અમદાવાદ : કોમ્પ્યુટર શિક્ષકનો આપઘાત, હજુ તો 4 મહિના પહેલાં જ થયા હતા લગ્ન, પત્નીને બે વીડિયો મેસેજ મોકલ્યા…
અમદાવાદ : પત્ની અને સાસુના ત્રાસથી શિક્ષક પતિએ કર્યો સાબરમતીમાં જંપલાવ્યુ, આપઘાત પહેલા વીડિયો બનાવી કહ્યુ- કોઈ બાત નહીં, મેરે જનાજે પે આ જાના…
Ahmedabad Man Suicide : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક આપઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો, જેમાં 26 વર્ષના પરણિત યુવકે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધુ. ઉલ્લેખનીય છે કે મૃતકના હજુ તો ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. ત્યારે સાસુ અને પત્નીના ત્રાસથી યુવકે નદીમાં પડતુ મૂકી આપઘાત કરી લીધો. ખાનપુરનો યુવક કોમ્પ્યુટર ટીચર તરીકે નોકરી કરતો હતો અને તેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા.
લગ્નના ચાર જ મહિનામાં યુવકે કરી લીધો આપઘાત
જો કે, તેની પત્ની અને સાસુ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતા તેણે આપઘાત જેવું પગલુ ભર્યુ હતુ. જોકે, આપઘાત પહેલા તેણે બે વીડિયો બનાવ્યા હતા અને તેની પત્નીને પણ મોકલ્યા હતા. એક વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે લો અબ ખુશ હૌ જાના. ફરહીન કી અમ્મી કો કહેના હમકો અલગ કર દિયા ના. આગળ તે કહે છે કે હર લડાઇ મેં આપકા હી હાથ થા. ફરહીનને ઉસકી ખુદ કી ફેમીલી કી ખિલાફ કરા મુજે ને આજ ઉનકે સાથ હી જા કે બેઠ ગઇ.
પત્ની અને સાસુ આપતા માનસિક ત્રાસ
વીડિયોમાં આગળ તે કહેતો જોવા મળ્યો કે લાસ્ટ લડાઇ ભી ફરહીન કી મમ્મી કી હિસાબ સે લડાઇ હુઇ બહુત હેરાન કિયા હમારે કો મેં ઉનકે ઘર થા ઇતના હેરાન કિયા મેરે કો કી પૂછો મત. મેરે કો ગુસ્સા આ ગયા. ફરહીન ગલતીયાં કરતી તો માફ કર દેતા મેં, પર ઉસકી મમ્મીને મેરે કો જાન બુજ કે ગુસ્સા દિલાયા. જે પછી વધુમાં તે કહે છે કે લે ફરહીન તેરા ગુફુ ઇસ દુનિયા મેં નહીં રહા ખુશ હો જાના અબ બોલ દેના અપની અમ્મી કો.
આપઘાત પહેલા બનાવ્યા બે વીડિયો
બહોત મેરે લિયે ગાના ગાતે થે ના. વો એક બાર ભી આઇસીયુ મેં નહીં આયે દેખને, કપડે મંગા દો તુમ સાદી કે લિયે, મેં આઇસીયુ મેં હું તુમ બીમાર થે તો મેં તુમ્હારે સાથ આખા દિન હોસ્પિટલ મેં થા પર તુમ મેરે સાથ નહીં થી. ફીર ભી મેં પ્યાર કરતા હું તુમસે.” મૃતક ગુરફાન બીજા વીડિયોમાં જણાવે છે કે મેરે જનાજે પે આ જાના મેરે સાથ થોડી દેર બેઠના.
બાત કરને કે બહોત કોન્ટેક્ટ કર રહા હું, સબ જગા સે તુમ લોગોને ઔર તુમ્હારી મમ્મીને બ્લોક કરવા દિયા હૈ. સાદી હો ગઇ હૈ અપની ઇસ તરીકે સે હેરાન કરને કા ? તે આગળ કહે છે કે શાદી સે પહેલે ભી હેરાન કરતે થે ઔર આપને હી બોલા થા કિ ડિપ્રેશન કી દવા આપકી મમ્મી કી હિસાબ સે સ્ટાર્ટ હુઇ હે. તબ તુને સાથ દેને કા વાદ કિયા પર તુમને કુરાન શરીફ કી કસમ તોડી કહા ચલે ગયે છોડ કે, ચલો અલ્લા હાફીઝ. આઇ લવ યુ.”