અમદાવાદનો અનોખો કિસ્સો- પિતા-પુત્રની જોડીએ ધોરણ-10ની બોર્ડની પરિક્ષા આપી એકસાથે, રિઝલ્ટ એવું આવ્યુ કે…જુઓ
Ahmedabad Father-Son Board Exam Result : હાલમાં જ 25 મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયુ. ઘણા વિદ્યારર્થીઓએ ટોપ કર્યુ, જ્યારે કેટલાક સારા માર્કસે પાસ થયા. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો. જેમાં એક પિતા અને પુત્ર બંનેએ એકસાથે ધોરણ-10ની પરીક્ષા પાસ કરી અને બંનેનું એક સાથે પરિણામ આવ્યું.
પુત્રએ 69% સાથે તો પિતાએ 45% સાથે 10માંની પરીક્ષા પાસ કરી. નવા વાડજ વિસ્તારમાં આવેલ ડીપી સ્કૂલમાં પ્યુનની ફરજ નિભાવતાં 42 વર્ષિય વીરભદ્રસિંહ નાનપણમાં જ કમાવાનું શીખી ગયા હતા અને તેમનું ભણતર છૂટી ગયું હતું. વીરભદ્રસિંહ સિસોસીદાનો પુત્ર જ્યારે 10માં ધોરણમાં આવ્યો ત્યારે દીકરાએ હિંમત આપી અને શાળામાંથી પણ કહ્યું કે આ શક્ય છે કે તમે પરીક્ષા આપી શકો છો.
તેમણે વીટીવી સાથે વાત કરતા કહ્યુ કે, તેમના દીકરાએ 10માનું ફૉર્મ ભરવા કહ્યુ અને કહ્યુ કે- હું તમને પ્રેક્ટિસ કરાવીશ અને ધીમે-ધીમે તેમને ફરીથી પરીક્ષા આપવાની હિંમત આવી. તેઓએ આગળ જણાવ્યુ કે- તેમણે થોડું સ્કૂલમાંથી શીખ્યું અને તેમને તેમના દીકરાએ ઘણી મદદ કરી અને આ રીતે તેઓએ 10માંની પરીક્ષા પાસ કરી.’