16 વર્ષની ઉંમરે મોંઘીદાટ થાર લઇ બેફામ રીતે હંકારી ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર સગીરનું શું થયુ ? તેના પર કોઇ કાર્યવાહી કેમ હજુ સુધી ના થઇ ? જાણો વિગત

આજે જો અમદાવાદમાં અને ગુજરાતમાં કોઇ મામલાની વધારે ચર્ચા થઇ રહી છે તો તે છે 19 તારીખે મધરાતે ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માત… ઇસ્કોન બ્રિજ પર રાત્રે 1 વાગ્યા આસપાસ પહેલા એક થાર કારના ચાલકે ડમ્પરની પાછળની સાઈડમાં અથડાવી અકસ્માત સર્જ્યો અને પછી આ અકસ્માત જોવા ઊભેલા ટોળા પર એક તેજ રફતાર જેગુઆર કારના ચાલકે કાર ચઢાવી દીધી,

જેમાં પોલીસ જવાનો સહિત 10 લોકોના અત્યાર સુધી મોત થયા છે. ત્યારે આ કેસમાં તથ્ય પટેલ કે જે જેગુઆર કાર ચલાવી રહ્યો હતો તે અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ બંને જેલમાં છે. પણ શું તમને ખબર છે કે આ અકસ્માતનું જે નિમિત બન્યુ તે હતુ થાર અને ડમ્પર વચ્ચે અકતસ્માત.

થાર કારનો ચાલક 16 વર્ષનો સગીર
તથ્ય પટેલ અને તેના પિતાને તો બધા કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે પણ થાર કારનો ચાલક કે જે સગીર હતો અને 16 વર્ષનો જ હતો, તેણે કદાચ ગફલતભરી રીતે કાર ન હંકારી હોત તો 10 લોકો કદાચ બચી જાત. કારણ કે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયા બાદ જ લોકોના ટોળા ત્યાં ઊભા હતા અને તે બાદ તથ્ય પટેલે જેગુઆર કારથી કેટલાકને કચડ્યા.

ત્યારે થાર કારનો ચાલક સગીર અને તેના પિતા પણ સજાના હકદાર છે. સગીરના પિતાએ તેને આ ઉંમરે જ મોઘીદાટ કારની ચાવી આપી દીધી. થારને ડમ્પરની પાછળ અથડાવી દીધા બાદ થાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. થાર કાર (GJ-01-WL-4746) કર્ણાવતી ક્લબ તરફથી રાજપથ ક્લબ તરફ જઇ રહી હતી.

સગીરના પિતાને નોટિસ આપી છોડી દેવાયા
સગીર વયના દીકરાને કાર આપનાર તેના પિતા સામે જાણજોગ ફરિયાદ દાખલ કરાઇ હતી. તેમના વિરૂદ્ધ IPC કલમ 189 હેઠળ ગુનો દાખલ કરવા માટે મંજૂરી મંગાઇ પણ આ મામલે હજુ થાર કારચાલક કે પછી તેના પિતા સામે કોઇ ઠોસ કાર્યવાહી નથી કરાઇ. આ અકસ્માતમાં ભલે કોઇ જાનહાનિ થઇ નથી, પણ સગીરના પિતા એટલા જ સજાના હકદાર છે, જેટલો તથ્ય પટેલ.

કારણ કે થાર અને ડમ્પર વચ્ચેનો અકસ્માત નિમિત બની ગયો. આ મામલે ટ્રાફિક DCP નીતા દેસાઇએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, થારના ચાલક સામે નોંધાયેલી ફરિયાદમાં તેના પિતાને આરોપી બનાવવામાં આવ્યા છે, તેમને બોલાવી નોટિસ આપવામાં આવી હતી અને પછી છોડી દેવાયા હતા, આગળ કાર્યવાહી થશે.

Shah Jina