મનોરંજન

હાર્દિક પંડ્યાના લાડલા દીકરા અગત્સ્યના 7 મહિના પૂર્ણ થવા ઉપર મમ્મી નતાશાએ શેર કરી ઢગલાબંધ તસવીરો, હાર્દિકે કહ્યું…..

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા તેની રમતને લઈને તો હંમેશા ચર્ચામાં છવયેલો રહે જ છે, પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને પણ તે હંમેશા ચર્ચામાં રહે છે.

હાર્દિકે અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા છે, તેને ખુબ જ સુંદર અંદાજમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું, અને ત્યારબાદ બંને સાથે જ રહેતા હતા. હાલ તેમને એક ખુબ જ ક્યૂટ દીકરો પણ છે જેનું નામ અગત્સ્ય છે.

હાર્દિક અને નતાશા પોતાના દીકરાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. હાલમાં હાર્દિક પોતાની પત્ની નતાશા સાથે અમદાવાદની અંદર છે. જ્યાં હાર્દિક ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમનારી ટેસ્ટ અને ટી-20 સીરીઝનો ભાગ છે.

ત્યારે ચોથી ટેસ્ટ પહેલા જ નતાશાએ પોતાના દીકરા અગત્સ્યના જન્મના 7 મહિના પૂર્ણ થવા ઉપર તેની ઢગલાબંધ તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં અગત્સ્ય ખુબ જ ક્યૂટ લાગી રહ્યો છે.

નતાશાએ શેર કરેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે તે સ્વિમિંગ પુલની અંદર પોતાના દીકરા સાથે મસ્તી કરી રહી છે. તો બીજી એક તસ્વીરમાં હાર્દિક દીકરા અગત્સ્યને પકડીને કેમેરા સામે પોઝ આપી રહ્યો છે.

આ ઉપરાંત અગત્સ્યની ઘણી બધી એકલાની પણ તસવીરો છે, તો હાર્દિક સાથે પ્લેનમાં બેઠેલા અગત્સ્યને પણ જોઈ શકાય છે. ચાહકોને પણ નતાશા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.

આ તસવીરો શેર કરવાની સાથે નતાશાએ કેપશન પણ આપ્યું છે, તેને હાર્દિક પંડ્યાને ટેગ કરતા લખ્યું છે કે, “આપણું બેબી ઝડપથી મોટું થઇ રહ્યું છે.”

તો નતાશાની આ પોસ્ટ ઉપર હાર્દિક પણ કોમેન્ટ કર્યા વિના રહી ના શક્યો અને તેને પણ તરત જ ત્રણ હાર્ટ પોસ્ટ કરી “આશીર્વાદ” કોમેન્ટ કરી દીધું.

આ ઉપરાંત પણ નતાશાએ પોતાની સ્ટોરીમાં પણ હાર્દિક અને અગત્સ્યની તસ્વીર શેર કરી છે. જે પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક અને નતાશાના દીકરા અગત્સ્યનો જન્મ 30 જુલાઈ 2020ના રોજ થયો હતો. ત્યારબાદથી જ હાર્દિક અને નતાશા તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવે છે.

થોડા દિવસ પહેલા જ હાર્દિક પંડ્યાના પિતાનું નિધન થયું હતું, જેના કારણે હાર્દિક ખુબ જ દુઃખમાં પણ હતો. પરંતુ હાલ ક્રિકેટ સાથે પરત જોડાઈને હાર્દિક પોતાના નોર્મલ જીવનમાં પરત ફરી ચુક્યો છે.