આ તાલિબાની સૈનિકની પત્નીએ જે કહાની સંભળાવી તે જાણીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે, કહ્યું… “છેલ્લા 26 વર્ષથી….”

તાલિબાની સૈનિકની પત્નીએ સંભળાવી હૃદય કંપાવનારી કહાની

તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાનમાં કબ્જો કરી લીધા બાદ હાલત ખુબ જ ખરાબ બની રહી છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓમાં એક મોટો ડર વ્યાપે ગયો છે. આ દરમિયાન તાલિબાનીઓના ઝુલ્મની ઘણી કહાનીઓ પણ સામે આવી રહી છે ત્યારે હલં જ એક તાલિબાની સૈનિકની પત્ની દ્વારા જે ખુલાસા કરવામાં આવ્યા છે તે સાંભળીને કોઈપણ વ્યક્તિનું લોહી ઉકળી ઉઠશે.

તાલિબાની સૈનિકની પત્ની ફરીબાએ જણાવ્યું છે કે માત્ર 14 વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન થઇ ગયા હતા, જયારે તે મા બની તો બંને દીકરીઓને તાલિબાની પતિએ વેચી દીધી હતી. તેને જણાવ્યું કે તે છેલ્લા 26 વર્ષથી પોતાની જિંદગીને સારી કરવાનો પ્રયત્ન કરી રહી છે. તે હાલ દિલ્હીના ભોગલમાં જિમ ટ્રેનરનું કામ કરી રહી છે. તે જણાવે છે કે તાલિબાન ના પહેલા મંજુર હતું, ના તાલિબાનીઓ અને અત્યારે પણ ના તાલિબાન મંજુર છે ના તાલિબાનીઓ.

ફરીબા જણાવે છે કે મારી ભારત સરકારને વિનંતી છે કે તે અમારી મદદ કરે. હું ચાર વર્ષથી અહીંયા છું છતાં પણ મને રેફ્યુજી કાર્ડ નથી મળ્યું. એક હું છું અને મારી બે દીકરીઓનું જીવન બચાવવા માંગુ છું, હું મારી બે દીકરીઓને તો ખોઈ ચુકી છું, પરંતુ હજુ મારી પાસે બે દીકરીઓ છે. તેમને ભણાવી ગણાવીને એક લાયક વ્યક્તિ બનાવવા માંગુ છું. અમારી મદદ કરવામાં આવે. જેનાથી અમે સુરક્ષિત રીતે રહી શકીએ અને મારી જેમ કોઈ બીજી છોકરી ફરીબા ના બને.

ફરીબાએ પોતાનું દુઃખ વર્ણવતા જણાવ્યું કે તેના લગ્ન માત્ર 14 વર્ષની ઉંમરમાં જ કરી દેવામાં આવ્યા હતા. કારણ કે પરિવાર ખુબ જ ગરીબ હતો અને અફઘાનિસ્તાનમાં કોઈ યુવતીને એટલી આઝાદી નથી હોતી કે તે પોતાની જાતે જ પોતાને ગમતા વ્યક્તિ સાથે લગ્ન કરી શકે. તેના લગ્ન તેનાથી 20 વર્ષ મોટા યુવક સાથે થયા હતા.

તેને આગળ જણાવ્યું કે જયારે તેના લગ્ન થયા તેના બાદ તેને ચાર દીકરીઓ જન્મી. તેના પતિએ તેની આદતોને પુરી કરવા માટે તેની મોટી દીકરીને વેચી દીધી. તેના રડવા કરગરવા છતાં પણ તેના પતિને કોઈ ફર્ક ના પડ્યો. પરંતુ જયારે બીજી છોકરીને વેચી ત્યારે તેને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. જેના બાદ તેનો પતિ તેની બીજી દીકરીને ક્યાં મૂકીને આવ્યો કે આજસુધી તેની શોધ નથી કરી શકી. ત્યારે હું સમજી ગઈ કે તે તાલિબાની છે અને તે તાલિબાનીઓના ઈશારા ઉપર જ કામ કરે છે.

ફરીબાએ આગળ જણાવ્યું કે આ વાત જયારે મેં મારા માતા પિતાને જણાવી તો તેમને મને બંને દીકરીઓને લઈને દેશ છોડી દેવા માટે કહ્યું, ભારત મારી પહેલી પસંદ હતી એટલું હું મારા મિત્રોની મદદથી ભારતમાં આવી ગઈ અને છેલ્લા 4 વર્ષથી દિલ્હીમાં રહું છું. તેના આવ્યા બાદ પણ અફઘાનિસ્તાનમાં તેના પરિવારને ધમકીઓ આપવામાં આવે છે, તેને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી છે અને તેને પણ ત્યાં પાછી બોલાવવાનું કહી પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.

Niraj Patel