હુમલા બાદ એડવોકેટ મેહુલ બોઘરા ફરી આવ્યા મેદાનમાં, આ વખતે પોલીસ નહિ પરંતુ પ્રધાનમંત્રીના કારણે સામાન્ય જનતાને પડતી તકલીફનું લાઈવ કર્યું, જુઓ વીડિયો

વડાપ્રધાન મોદીની રેલીના કારણે સામાન્ય જનતાને પડતી તકલીફનો લાઈવ વીડિયો બતાવ્યો મેહુલ બોઘરાએ, આખરે ઝુકવુ પડ્યું પોલીસકર્મીઓને, જુઓ

એડવોકેટ મેહુલ બોઘરાનું નામ આજે દરેક લોકોના મોઢા પર રમતું હશે. મેહુલ બોઘરા છેલ્લા ઘણા સમયથી સુરતમાં હપ્તાખોર પોલીસકર્મીઓની પોલ તેમના ફેસબુકમાં લાઈવ વીડિયો શેર કરીને ખોલતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો અને તે ઈજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે હવે મેહુલ બોઘરા પાછા મેદાનમાં આવી ગયા છે.

આ વખતે પણ તેમણે તેમના ફેસબુકમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હપ્તાખોર પોલીસકર્મીઓની પોલ નથી ખોલતા પરંતુ પ્રધાનમંત્રી મોદીના રોડ શો દરમિયાન જાહેર જનતાને પડતી હાલાકીની વાત જણાવતા જોવા મળી રહ્યા છે અને આ તકલીફ તેમણે પોતે ભોગવી પણ છે અને તેનું લાઈવ તેમણે તેમના ફેસબુકમાં કર્યું છે.

પોતાના લાઈવમાં મેહુલ બોઘરા તેમની કારમાં બેસીને તેમની ઓફિસ માટે જવા નીકળ્યા છે, પરંતુ તેમની ઓફિસ જે કોમ્પ્લેક્સમાં છે ત્યાંનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે મેહુલ બોઘરા લાઈવમાં કહે છે કે મારે મારી ઓફિસ જવું છે, અને રસ્તા પર કાર પાર્ક કરવાની મનાઈ છે, મારી ઓફિસમાં કાર જવા દેતા નથી તો મારે કેવી રીતે ઓફિસ જવું ?

રસ્તો બંધ કરવાનું કારણ પણ તેમણે જણાવ્યું કે તેમની ઓફિસ જે બિલ્ડીંગમાં છે તેના નજીકના રોડ પરથી જ પીએમ મોદી પસાર થવાના છે. આ ઉપરાંત તે એમ પણ જણાવી રહ્યા છે કે જે રસ્તા પર પીએમ મોદીની રેલી નીકળવાની છે તે જ રસ્તા પર ઘણા પાર્ટી પ્લોટ પણ આવેલા છે અને ત્યાં લગ્ન પણ યોજાઈ રહ્યા છે અને મને ઘણા લોકોના ફોન પણ આવ્યા કે જે સમયે રેલી નીકળવાની છે એજ સમયે વરઘોડો પણ યોજવાનો છે અને એટલે જ રેલીના કારણે વરઘોડા પણ કેન્સલ કરવામાં આવ્યા છે.

મેહુલ બોઘરા એમ પણ જણાવી રહ્યા છે કે રેલી દરમિયાન રોડ પર નાના મોટા લોકોના રોજગાર પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. કમિશ્નરે જાહેરનામું બહાર પડ્યું છે કે 6 વાગ્યા પછી કોઈએ અવાર જવર કરવી નહિ પરંતુ હજુ 12.30 થયા છે, તો મારે ઓફિસ જવું છે અને ગાડી ક્યાં પાર્ક કરવી ?

મેહુલ બોઘરાએ આ દરમિયાન ટ્રાફિક કંટ્રોલ રૂમમાં પણ રજુઆત કરી અને ત્યાં લોકોના ટોળા પણ ભેગા થઇ ગયા હતા. જેમણે મેહુલ બોઘરાનું સમર્થન પણ કર્યું હતું, પહેલા તેમની ઓફિસના પાર્કિંગમાં કાર પાર્ક કરવા માટે બેરીકેટ્સ ના ખોલવાનું કહેતા કર્મીઓએ આખરે ઝુકવુ પડ્યું અને બેરીકેટ્સ ખોલવા પડ્યા. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel