બાપ રે…આદિત્ય રોય સાથે સેલ્ફી લેવા આવી આ મહિલા ચાહક અને અચાનક ઉછળી ઉછળીને કિસ કરવાનો પ્રયત્ન કરવા લાગી, અભિનેતા રોકતો રહ્યો અને પછી… જુઓ વીડિયો

કૂદી કૂદીને આદિત્ય રોય કપૂરને કિસ કરવા જઈ રહી હતી આ મહિલા ચાહક, વીડિયો જોઈને બગડ્યા યુઝર્સ, કહ્યું “કોઈ પુરુષે મહિલા અભિનેત્રી સાથે આવું કર્યું હોત તો ?” જુઓ વીડિયો

બોલીવુડના સેલેબ્સ જયારે ચાહકોની વચ્ચે પહોંચતા હોય છે ત્યારે ચાહકોમાં ભારે  ક્રેઝ જોવા મળતો હોય છે. ચાહકો તેમને ઘેરી વળતા હોય છે અને તેમની સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરતા હોય છે. ઘણીવાર આ બધા કારણોને લઈને કલાકારો પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે. તો ઘણીવાર કેટલાક ચાહકો સેલ્ફી લેવાના ક્રેઝમાં સેલેબ્સ સાથે આડી અવળી હરકત પણ કરતા હોય છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના બોલીવુડના ખ્યાતનામ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે બની હતી. આદિત્ય રોય કપૂર આ દિવસોમાં તેની વેબ સિરીઝ ધ નાઈટ મેનેજરને કારણે ચર્ચામાં છે. ગત દિવસોમાં તેનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે હોટલમાં મેનેજરની ફરજ બજાવતો જોવા મળ્યો હતો. હવે વધુ એક ક્લિપ વાયરલ થઈ છે. આદિત્ય આમાં ચાહકોથી ઘેરાયેલો છે. આ દરમિયાન તેની મહિલા ફેન તેને બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કરી રહી છે. આદિત્ય હસે છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને આદિત્યની હેરેસમેન્ટ ગણાવી રહ્યા છે.

આદિત્ય રોય કપૂર તેની વેબ સિરીઝ ધ નાઈટ મેનેજરના પ્રીમિયરમાંથી પરત ફરી રહ્યો હતો. તે જ સમયે તેની સાથે એક વિચિત્ર ઘટના બની. કેટલાક મહિલા ચાહકોએ આદિત્યને ઘેરી લીધો અને સેલ્ફી લેવાનું શરૂ કર્યું. આદિત્યએ તેમની સાથે તસવીરો ક્લિક કરાવી હતી. આ દરમિયાન, એક ચાહકે તેનો હાથ તેની ગરદન પર મૂક્યો અને તેને બળજબરીથી ચુંબન કરવાનો પ્રયાસ કરવા લાગી. આદિત્યએ ફેનને પોતાનાથી દૂર ધકેલી અને દૂર રહેવાની વિનંતી કરી, તો મહિલા ચાહકે આદિત્યના હાથ પર ચુંબન કર્યું હતું. આ દરમિયાન એક યુવતીએ પણ કહ્યું કે તેઓ દુબઈથી આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, કલ્પના કરો જો કોઈ છોકરાએ અભિનેત્રી સાથે આવું કર્યું હોત તો અત્યાર સુધીમાં મોલેસ્ટોનનો કેસ થઈ ગયો હોત અને નારીવાદીઓએ હંગામો મચાવ્યો હોત. બીજી કમેન્ટ એ છે કે, તે જે રીતે તેની ગરદન પકડી રહી છે, સારું હતું તે તેના કરતા ટૂંકી છે. અન્ય એકે લખ્યું છે કે, આ પ્રકારની ઉત્પીડન યોગ્ય નથી. લોકોને શું થઈ ગયું છે. હું પણ તેને પસંદ કરું છું પરંતુ હું તેને બળજબરીથી ચુંબન નહીં કરું. ધ નાઈટ મેનેજરમાં અનિલ કપૂર સાથે તિલોત્મા શો, રવિ બહેલ અને શોભિતા ધુલીપાલા પણ છે. આ સિરીઝ આદિત્યની ડિજિટલ ડેબ્યૂ છે.

Niraj Patel