ઇન્ડિયન આઈડલની પોલ ખુલવા ઉપર આદિત્ય નારાયણે કહ્યું એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે

ઈન્ડિયન આઈડલની પોલ ખુલી ગઈ પછી આદિત્ય નારાયણે જે કહ્યું એ જાણીને ધ્રાસ્કો લાગશે

ઇન્ડિયન આઇડલ રિયાલિટી શો હંમેશા ચર્ચામાં રહે છે, આ શોમાં ટીઆરપીને લઈને ઘણા એવા એવા પેતરાઓ કરવામાં આવે છે, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ, જેને લઈને દર્શકોમાં રોષ જોવા મળે છે. હાલમાં ઇન્ડિયન આઇડલ સીઝન-12ને લઈને પણ માહોલ ગરમ થઇ રહ્યો છે.

ઇન્ડિયન આઇડલ 12માં પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ જોડીને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. તો ઘણા લોકોએ આરોપ લગાવ્યો છે કે આ બંનેનો પ્રેમ નકલી છે. હવે શોના હોસ્ટ આદિત્ય નારાયણે પણ આ વાતનો સ્વીકાર કરી લીધો છે.

આદિત્યનું કહેવું છે કે આ બધું ઢોંગ છે. આદિત્યે નિવેદન આપ્યું છે કે પવનદીપ અને અરુણિતા બંને ફક્ત મિત્રો છે. તે બંને વચ્ચે આવું કંઈજ નથી, જે શોમાં બતાવવામાં આવી રહ્યું છે. શોની અંદર તેમનો લવ એન્ગલ દર્શકોના મનોરંજન માટે રચવામાં  આવ્યો છે.

આદિત્ય એ પણ કહે છે કે અમે મસ્તી કરીએ છીએ. લોકો કહે છે કે અમે રિયાલિટી શોમાં જાણી જોઈને આવા એન્ગલ બનાવીએ છીએ. તો હા અમે કરીએ છીએ. આ ઢોંગ છે. પરંતુ તમે તેનો આનંદ નથી લેતા ? કારણ કે તમે તેને જોવાનું પસંદ કરો છો.

જેના કારણે અમને આ કરવાનું પસંદ છે. આ ફક્ત એક સ્ટ્રેટર્જી છે. જે 90 મિનિટ સુધી દર્શકોને બાંધવા માટે કરવામાં આવે છે. તેમના મનોરંજન માટે આ બધું કરવું પડે છે.

આ શો દરમિયાન જયારે આદિત્યને પૂછવામાં આવ્યું હતું કે આ પ્રકારની કહાનીઓથી લોકો કેવી રીતે નારાજ થાય છે ? તેમને કહ્યું હતું કે “હા સાચી છે આ વાત, પરંતુ એક છોકરી અને એક છોકરીની લવ સ્ટોરીથી પરેશાની છે તો દેશમાં 136 કરોડ લોકોની પાછળ શું કારણ હોઈ શકે છે.

પવનદીપ અને અરુણિતા જુવાન છે અને તેમની વચ્ચે કઈ થાય છે તો તેમનું જીવન છે. જેમ ઇચ્છશે તેમ તે કરશે. આપણે લોકો બસ મઝા માણી રહ્યા છીએ. આવી વાતોને ક્યારેય ગંભીરતાથી ના લેવી. આ બધાને ખબર છે કે શોમાં મઝાક કરવામાં આવે છે. શોનો ઉદ્દેશ કોઈનું નામ ખરાબ કરવાનો નથી. પરંતુ દર્શકોનું મનોરંજન કરવાનો છે. અમે ફક્ત શોને દર્શકો માટે મજેદાર બનાવીએ છીએ.

Niraj Patel