કુલ્ફી કુમાર બાજેવાલાના સિકંદર સિંહ ગિલના ઘરે આવવાનું છે નાનુ મહેમાન, પત્નીએ ફ્લોન્ટ કર્યુ મોટું મોટું Baby Bump
ટીવીનો મોસ્ટ પોપ્યુલર શો “કુલ્ફી કુમાર બાજેવાલા”માં કામ કરી ચૂકેલા અભિનેતા મોહિત મલિકની પત્ની અદિતિ શિરવેકર આ દિવસોમાં તેનો પ્રેગ્નેંસી પિરિયડ એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેણે હાલમાં જ પ્રેગ્નેંસી ફોટોશૂટ કરાવ્યુ છે. આ શુટની ઘણી તસવીરો તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ટીવીની દુનિયામાં તેમની એક ઓળખ સ્થાપિત કરી ચૂકેલા મોહિત મલિક અને અદિતિ જલ્દી જ પેરેન્ટ્સ બનાવાના છે. બંનેએ આ વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તમને જણાવી દઇએ કે, બંનેને લગ્નના બંધનમાં બંધાયે ઘણો સમય વીતી ચૂક્યો છે. બંનેની મુલાકાત પહેલીવાર ટીવી શો “મિલી”ના સેટ પર થઇ હતી.
મોહિતે અદિતીને વર્ષ 2006માં લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા.
ગયા વર્ષે જ નવેમ્બરમાં બંનેએ તેમના પહેલા બાળક વિશે જાણકારી આપી હતી. પહેલા બાળકની ડેટ હવે આગળના મહિને છે અને બંને માટે આ ઘણી ખુશીની વાત છે. અદિતીએ હાલમાં જ પ્રેગ્નેંસી શુટ કરાવ્યુ છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યુ છે.
આ તસવીરોમાં અદિતી બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ત્યાં જ મોહિત પણ તેની નકલ કરતા જોવા મળી રહ્યો છે. આ તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
મોહિતે એક તસવીર શેર કરી છે, જેમાં તેણે તેની પત્નીને પાછળથી પકડી રાખી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, જયારે હું મારો હાથ તમારી ઉપર રાખુ છુ, ત્યારે હંમેશા મને પસંદ કરવા માટે તમારો આભાર વ્યક્ત કરુ છુ. થેંક યુ ભગવાન આ ખૂબસુરત અનુભવ માટે, જે અમે મહેસૂસ કરી રહ્યા છીએ.
કેટલાક વર્ષ પહેલા મોહિતે એક ઇન્ટરવ્યુમાં તેના જીવનની દુખોથી ભરેલી કહાની સંભળાવી હતી. ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યુ હતુ કે કેવી રીતે સ્ટ્રલિંગ દિવસોમાં તેણે તેની પત્નીની જ્વેલરી વેચીને ઘર ચલાવ્યુ હતુ.
તેણે કહ્યુ કે, મેં અને અદિતિએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તેમણે લોન પર ઘર ખરીદ્યુ હતુ. હું અદિતિને કમ્ફર્ટેબલ જીવન આપવા માંગતો હતો. પરંતુ આ વચ્ચે લગભગ દોઢ વર્ષ સુધી કામ ન મળ્યુ. આ ખરાબ સમયમાં અદિતિએ ખૂબ સપોર્ટ કર્યો અને અદિતિએ ઘર ચલાવવા માટે તેની જ્વેલરી પણ વેચી દીધી હતી.
મોહિતે ટીવી શો “મિલી”થી તેના કરિયરની શરૂઆત કરી હતી અને તે બાદ તે “દિલ મિલ ગએ” “જબ લવ હુઆ” “પરી હું મેં” “ગોદ ભરાઇ” “સૂર્યા ધ સુપરકોપ” “ફુલવા” અને “ડોલી અરમાનો કી” જેવા શોમાં જોવા મળ્યા છે. મોહિતત “ઝલક દિખલા જા 8″માં પણ જોવા મળ્યો હતો.