‘આદિલ ખાને મારા કપરા વગરનો વીડિયો બનાવ્યા અને પછી….’ રાખી સાવંતે ખોલ્યો પતિનો ચિઠ્ઠો, કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

રાખી સાવંતના લગ્ન જીવનનો ડ્રામા તો ખત્મ થવાનું નામ જ નથી લઇ રહ્યો. છેલ્લા દિવસોમાં રાખીએ તેના પતિ આદિલ ખાન દુર્રાની પર મારપીટ સહિત ફ્રોડબાજીના આરોપ લગાવતા પોલિસમાં ફરિયાદ કરી હતી અને તે બાદ પોલિસે તેની ધરપકડ કરી તેને જેલ મોકલી દીધો હતો. આ વચ્ચે રાખીએ એક ઇન્ટરવ્યુમાં આદિલ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

રાખીએ ઇટાઇમ્સને આપેલ ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, આદિલે મારા ગંદ વીડિયો બનાવ્યા અને તેને લોકોને વેચી દીધા. મારો કેસ સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ પાસે છે. રાખીએ આદિલ વિશે કહ્યુ કે, તે ગર્લફ્રેન્ડ તનુ સાથે ત્રીજા લગ્ન કરવાના પ્લાનમાં છે. ગુરુવારના રોજ કોર્ટ પહોંચેલી રાખીએ મીડિયાને કહ્યુ હતુ કે, તે કોર્ટમાં તેનો પક્ષ સામે રાખવા આવી છે. આદિલને બેલ નથી મળી, મારો મેડિકલ ટેસ્ટ થયો છે અને પ્રુફ પણ ઓશિવારા પોલિસ સ્ટેશનમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.

આદિલે મને ટોર્ચર કરી અને મને દગો આપ્યો. હું બિલકુલ નથી ઇચ્છતી કે તેને જમાનત મળે. અમારી પાસે એવા સીરિયસ પ્રુફ છે જેનાથી આદિલને બેલ નહિ મળે. 1.5 કરોડનો ફ્રોડ ઘણો મોટો ક્રાઇમ છે અને અમે ઇચ્છીએ છીએ કે કોર્ટમાં પણ આ વાત ડિસ્કરસ થાય. તમને જણાવી દઇએ કે, પહેલા જ રાખીએ આદિલ પર આરોપ લગાવતા પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે આદિલે તેના ઘરેણા ચોરી લીધા અને પૈસા પણ ખાઇ ગયો.

રાખીએ આદિલને તેની માતાની મોતને જવાબદાર પણ ઠેરવ્યો હતો. તેનું કહેવુ હતુ કે તેણે આદિલને મરાઠી બિગબોસમાં ગયા પહેલા 10 લાખનો ચેક આપ્યો હતો, જે તેની માતાની સર્જરી માટે હતા, પણ આદિલે તે પૈસા માતાની સારવારમાં ખર્ચ ન કર્યા, જેને કારણે તેની માતાનું મોત થયુ.

Shah Jina