બૉલીવુડની ડ્રામા ક્વિન રાખી સાવંતના Ex આદિલ ખાને કર્યા લગ્ન, બોલ્યો, “આ મારા પહેલા લગ્ન છે…” જુઓ તસવીરો

રાખી સાવંતના પૂર્વ પતિ આદિલ ખાને બિગ બોસની આ પૂર્વ કન્ટેસ્ટન્ટ સાથે કરી લીધા લગ્ન, લગ્નની તસવીરો વાયરલ થતા જ મચી ગઈ બબાલ, જુઓ

Adil Khan Durrani Wedding : રાખી સાવંતના પૂર્વ પતિ આદિલ ખાનને લઈને હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખબર એવી છે કે તેણે બિગ બોસની પૂર્વ સ્પર્ધક સોમી ખાન સાથે લગ્ન કર્યા છે. હવે આદિલે પોતે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે. તેણે સોમી સાથેના લગ્નના ફોટા શેર કર્યા છે. આ પોસ્ટ દ્વારા આદિલે એ પણ જણાવ્યું કે લગ્ન આજે નહીં પરંતુ 3 માર્ચે થયા હતા. આ પોસ્ટ પર બંનેની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.

આદિલે ફોટો શેર કરીને લખ્યું કે, ‘અમને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે અલ્લાહની કૃપાથી અમે સાદા અને સુંદર સમારોહમાં લગ્ન કર્યા. અમે અમારા પરિવાર અને મિત્રોનો આભાર માનીએ છીએ જેમણે અમને પ્રેમ કર્યો અને ટેકો આપ્યો. અમે પતિ-પત્ની તરીકે અમારી નવી સફરની શરૂઆત કરીને ખૂબ જ ખુશ છીએ. દુઆઓ કરજો કે અમારું લગ્ન જીવન સારું રહે.

તસવીરોની વાત કરીએ તો આદિલે લગ્નની ઘણી પળો શેર કરી છે. એક ફોટોમાં બંનેએ નિકાહની સહી સાથેનો ફોટો શેર કર્યો છે. બીજામાં આદિલ સોમીના ચહેરા તરફ જોઈ રહ્યો છે. ત્રીજા ફોટોમાં બંને રોમેન્ટિક પોઝ આપી રહ્યાં છે. એક ફોટોમાં આદિલ સોમીને કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. આવા ઘણા ફોટામાં બંનેની સુંદર પળો જોવા મળે છે. જ્યારે સોમીએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર લગ્નનો ફોટો પોસ્ટ કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પિંકવિલા સાથે વાત કરતા સોમીએ લગ્નની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, ‘હા, મેં આદિલ સાથે લગ્ન કર્યા છે. અમે હાલમાં બેંગ્લોરમાં છીએ અને લગ્ન પછીના કાર્યોમાં હાજરી આપીએ છીએ. મારા સાસરિયા પક્ષ તરફથી કેટલીક વિધિઓ બાકી છે. હવે મુંબઈ આવીશું. અમને સમય આપો, અમે તમને યોગ્ય સમયે લગ્નની તમામ વિગતો જણાવીશું.

આદિલ ખાન દુર્રાનીના પહેલા લગ્ન રાખી સાવંત સાથે થયા હતા. જો કે, ગયા વર્ષે બિગ બોસ ફેમ આદિલ પર અનેક આરોપો મૂક્યા અને તેના પર લગ્નેતર સંબંધમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા પછી તેઓ અલગ થઈ ગયા. પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ, આદિલની 7 ફેબ્રુઆરી, 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે 5 મહિના જેલમાં વિતાવ્યા હતા.

Niraj Patel