તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને ઝટકો ! ફરી એકવાર વધ્યા અધધધ CNGના ભાવ, નવો ભાવ જાણીને ચકરી ખાઈ જશો

વધતી જતી મોંઘવારી સામે મધ્યમવર્ગના પરિવારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની છે. સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે અદાણીએ ગ્રાહકો પર ભાવવધારો ઝીંક્યો છે. અદાણી CNGના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કરાયો છે. જે બાદ હવે CNG માટે 89.90 રૂપિયા ચૂકવવા પડશે. નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થતા CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે. ગઈ કાલના રેપો રેટ બાદ હવે અદાણી CNG ના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે.

આજે CNG ના ભાવમાં સીધા 3 રૂપિયાનો વધારો કરાયો છે. ગઈ કાલના 83. 90 રૂપિયાના ભાવની સરખામણીએ આજથી લોકોને 86. 90 રૂપિયા ચૂકવવા પડશે. કુદરતી ગેસના ભાવમાં શુક્રવારે 40 ટકાનો વિક્રમી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે આગામી દિવસોમાં સીએનજી, પીએનજી ઉપરાંત વીજ ઉત્પાદન અને ખાતર માટે વપરાતા ગેસના ભાવ મોંઘા થવાની શક્યતા હતી, જે બાદ આજે અદાણી CNG દ્વારા 3 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો.

નેચરલ ગેસના દરમાં આ વધારો આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ઓઇલ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક આદેશ અનુસાર જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત કુદરતી ગેસ માટે ચૂકવવાની કિંમત વર્તમાન $6.1 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટથી વધારીને $8.57 પ્રતિ મિલિયન કરવામાં આવી છે. દેશમાં ઉત્પાદિત ગેસમાંથી લગભગ બે તૃતીયાંશ ગેસ આ ગેસ ફિલ્ડમાંથી આવે છે. ઓર્ડર મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને

તેની ભાગીદાર BP Plc દ્વારા KG બેસિનના D-6 બ્લોક જેવા મુશ્કેલ અને નવા ગેસ ફિલ્ડમાંથી કાઢવામાં આવેલા ગેસની કિંમત પ્રતિ યુનિટ $9.92 થી વધારીને $12.6 કરવામાં આવી છે. એપ્રિલ 2019 પછી ગેસના ભાવમાં આ ત્રીજો વધારો હશે. આંતરરાષ્ટ્રીય ભાવમાં મજબૂતી આવવાને કારણે આમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે પ્રાકૃતિક ગેસ ખાતર બનાવવા ઉપરાંત વીજળી ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય કાચો માલ છે. તેને CNGમાં પણ રૂપાંતરિત કરવામાં આવે છે અને

તેનો ઉપયોગ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) એટલે કે LPG તરીકે પણ થાય છે. સરકાર દર છ મહિને એટલે કે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરે ગેસના ભાવ નક્કી કરે છે. આ કિંમતો યુએસ, કેનેડા અને રશિયા જેવા ગેસ-સરપ્લસ દેશોમાં પ્રવર્તતા દરો પર આધારિત છે. આનો અર્થ એ થયો કે કુદરતી ગેસના નવા દર હવે 31 માર્ચ સુધી લાગુ રહેશે અને તે પછી સરકાર 1 એપ્રિલ, 2023થી નવા દર નક્કી કરશે.

Shah Jina