આ બીજા ધર્મની અભિનેત્રીઓએ હિંદુ સાથે કર્યા લગ્ન અને અપનાવ્યો હિંદુ ધર્મ, જાણો

“બિગબોસ” વિનર રૂબિના દિલૈક જ નહિ, આ અભિનેત્રીઓએ કર્યા છે હિંદુ સાથે લગ્ન

બોલિવુડ અને ટેલિવુડની કેટલીક અભિનેત્રીઓએ પસંદ કર્યો હતો તેમના માટે હિંદુ પતિ. હિંદુુ પતિ સાથે સાથે આ અભિનેત્રીઓએ તેમનો ધર્મ પણ બદલ્યો અને તેમના નામ પણ બદલ્યા. હિંદુ ધર્મ સાથે લગ્ન બાદથી જ તેઓ બધા હિંદુ તહેવારો મનાવે છે. તો ચાલો જાણી લઇએ કે એવી કઇ કઇ અભિનેત્રીઓ છે જેમણે હિંદુ પતિ સાથે સાથે હિંદુ ધર્મ પણ અપનાવ્યો.

1.રૂબિના દિલૈક : રૂબિના બિગબોસ વિનર રહી ચૂકી છે. તેણે વર્ષ 21 જૂન 2018ના રોજ ટીવી અભિનેતા અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા. રૂબિના અભિનવ માટે કરવાચૌથનું વ્રત રાખે છે. રૂબિનાએ દિલથી હિંદુ ધર્મને અપનાવ્યો છે. આમ તો તે બંનેના લગ્ન પ્રાઇવેટ સેરેમનીમાં કરવામાં આવ્યા હતા. જે શિમલામાં થયા હતા. આ લગ્નમાં બધી જ રસ્મોનો ખૂબસુરતી સાથે કપલે એન્જોય કરી હતી. તેમના લગ્ન પંજાબી અને પહાડી રીતિ રીવાજ સાથે થયા હતા. રિસેપ્શનમાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. તે બંનેએ વર્ષ 2015માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ, ત્રણ વર્ષના રિલેશનશિપ બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા.

2.હિના ખાન : જનસત્તાના રીપોર્ટ અનુસાર શો “યે રિશ્તા કયા કહેલાતા હેે”ના સેટ પર હિના ખાન અને રોકી જયસ્વાસની લવ સ્ટોરી લગ્નમાં બદલાઇ ગઇ. બિગબોસ દરમિયાન બંનેએ તેમના સંબંધને ઓફિશિયલ પણ કર્યો હતો. હિના ખાન અને રોકીએ તેમના રિલેશનને ઘણા વર્ષો સુધી છૂપાવીને રાખ્યુ હતુ. 8 વર્ષો સુધી બંનેએ સાથે કામ કર્યુ, પરંતુ તે સમયે તેઓ એકબીજાને માત્ર મિત્રો જ જણાવતા હતા. ઘણા વર્ષો બાદ હિના અને રોકીએ તેમના રિલેશનને ઓફિશિયલ કર્યુ છે. જયારે હિના બિગબોસમાં હતી ત્યારે રોકી તેને મળવા આવ્યા હતા અને નેશનલ ટીવી પર તેને પ્રપોઝ કર્યુ હતુ.

3.આમના શરીફ : ધારાવાહિક “કહી તો હોગા”ની ખૂબસુરત અદાકારા આમના શરીફે વર્ષ 2013માં અમિત કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેણે તેના પતિના ધર્મનો સ્વીકાર કર્યો છે. અમિત કપૂર અને આમના શરીફે લગભગ 1 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યુ અને તે બાદ 27 ડિસેમ્બર 2013ના રોજ લગ્ન કરી લીધા. લગ્નનું ગ્રૈંડ રિસેપ્શન હોટલ તાજ લૈંડ્સ એડમાં રાખવામાં આવ્યુ હતુ. જેમાં ક્લોઝ ફ્રેન્ડસ અને પરિવારના લોકો સામેલ થયા હતા.

4.માના શેટ્ટી : સુનીલ શેટ્ટીની પત્ની મોનિશા કાદરી હવે માના શેટ્ટી બની ગઇ છે. સુનીલ શેટ્ટી સાથે લગ્ન બાદ માનાએ હિંદુ ધર્મને ફોલો કરવાનું શરૂ કરી દીધુ હતુ. 9 વર્ષ સુધી ડેટ કર્યા બાદ તેઓએ 1991માં લગ્ન કરી લીધા હતા. માના શેટ્ટી ભલે ફિલ્મી પડદા પર નજર ન આવી હોય પરંતુ તે એક ખૂબ જ સારી બિઝનેસવુમન છે. એક સાથે તે ઘણા બિઝનેસ સંભાળી રહી છે.

5.નેહા : મનોજ વાજપેયીની બીજી પત્ની નેહા એટલે કે શબાના રઝાએ પણ હિંદુ ધર્મનો સ્વીકાર કર્યો છે. નેહા મુસ્લિમ પરિવારથી આવે છે અને તેની મુલાકાત મનોજ સાથે ફિલ્મ “કરીબ”ના સેટ પર 1998માં થઇ હતી. 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

Shah Jina