આ 7 માંથી 3 નંબરની જોડીને જોઈને કહેશો આ તો માં દીકરા જેવા દેખાય છે..અરરર
નેહા કક્કડ અને રોહનપ્રિત
પોપ્યુલર સિંગર નેહા કક્કડ અને રોહનપ્રિતની ઉંમરમાં લગભગ 8 વર્ષનું અંતર છે. બંનેની એકદમ ક્યુટ જોડીને ટ્રોલ કરવામાં આવી હતી. નેહા અને રોહનપ્રિતે 26 ઓક્ટોબર 2020ના રોજ લગ્ન કર્યા હતા.
ગોહર ખાન અને જૈદ દરબાર
રીપોર્ટ અનુસાર, ગોહર અને જૈદમાં લગભગ 12 વર્ષનું અંતર છે. એક ઇન્ટરવ્યુમાં ગોહરે કહ્યુ છે કે, તે જૈદથી 12 વર્ષ મોટી છે. ગોહર અને જૈદે 25 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. જો કે, આ જોડીને પણ ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ
પ્રિયંકા ચોપડાએ 2018માં એમેરિકી સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા અને આ જ વાત પર લોકોએ ખૂબ જ આ જોડીને ટ્રોલ કરી હતી..
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવુડના એ કપલમાંના એક છે જે હંમેશા ફેન્સને તેમની કયૂટ કેમેસ્ટ્રીથી ઇન્સ્પાયર કરે છે. બંનેની ઉંમરમાં લગભગ 2-3 વર્ષનું અંતર છે. એશ્વર્યા પરિવારની સાથે સાથે અભિષેકનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે અને કોઇ મુશ્કેલી આવે તો અભિષેકની હિંમત પણ બને છે. લોકોનું એવું કહેવું છે કે, જો પત્નિ તેના પતિની ઉંમર કરતા મોટી હોય અને કામયાબ વધુ હોય તો આ સંબંધ વધારે ટકી શકતો નથી પરંતુ લોકો માટે અભિષેક અને એશ્વર્યાનો સંબંધ એકદમ પરફેકટ ઉદાહરણ છે.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા
શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુંદ્રાથી માત્ર ત્રણ મહિના જ મોટી છે, પરંતુ ઘણા લોકો આ કપલના લગ્નને લઇને કહેતા હતા કે, શિલ્પા કયારેય પણ એક સારી પત્નિ નહિ બની શકે. જો કે, આ તમામ બાબતોને શિલ્પાએ ખોટી સાબિત કરી છે.
સોહા અલી ખાન અને કુણાલ ખેમુ
પટોડી પરિવારની દીકરી સોહા અલી ખાન તેના પતિ કુણાલ ખેમુથી 5-7 વર્ષ મોટી છે. સોહા અલી ખાન અને કુણાલ ખેમુ એ કપલમાંના એક છે જેના વચ્ચે કોઇ ઝઘડા નથી થયા અને ના તો તેમના વિશે કોઇ અફવા ફેલાઇ હોય.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર
બિપાશા બાસુ તેના પતિ કરણ સિંહ ગ્રોવરથી ઉંમરમાં 3 વર્ષ મોટી છે. કરણ અને બિપાશાના લગ્નને 4 વર્ષ થી વધુનો સમય વીતી ચૂક્યો છે .