ભારતમાં કોરોના સતત કેર વર્તાવી રહ્યો છે. બોલીવુડ અને ટોલીવુડ અભિનેત્રી પિયા બાજપેયીના ભાઇનુ કોરોનાના કારણે નિધન થઇ ગયુ છે. તે કોરોના સંક્રમિત હતો. દુઃખની વાત છે કે જ્યારે તેને જરૂર હતી તે સમયે તેને વેન્ટીલેટર સપોર્ટ ના મળી શક્યો. તે ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક ખાનગી હૉસ્પીટલમાં ભરતી હતો.
અભિનેત્રીએ પહેલા જ પોતાના ભાઇના વેન્ટિલેટર સપોર્ટ માટે ટ્વીટર દ્વારા જરૂરી મદદ લોકો પાસે માંગી હતી, પરંતુ કોઇએ આ બાબતે મદદ ના કરી, અને એક્ટ્રેસ પોતાના ભાઇને ખોઇ બેઠી.
પિયા બાજપેયીએ આજે સવારે એક બાદ એક ઘણી ટ્વિટ કરી હતી અને લોકોને ભાઇનાં હોસ્પિટલમાં વેન્ટિલેટર વાળો બેડ અપાવવાં માટે મદદ માંગી હતી. આજે સવારે 6થી 7 વાગ્યા ની વચ્ચે એક બાદ બાદ ઘણી બધી ટ્વિટ કરી પિયાએ તેનાં ભાઇનાં હોસ્પિટલમાં એક બેડ અપાવવાની સહાયતા માંગી હતી જેમાં વેન્ટીલેટર પણ હોય. તેણે તજિંદર બગ્ગાને પણ ટ્વિટ કરી સહાયતા માંગી હતી.
પિયા બાજપેયીએ વર્ષ 2008માં તામિલ ફિલ્મ ‘પોઇ સોલ્લા પોરોમ’થી પોતાની સિનેમાની સફર શરૂ કરી હતી. યુવા અભિનેત્રીએ અજિતની એગન ઔર જિવાની ‘કો’માં પોતાની ભૂમિકાથી પૉપ્યૂલારિટી હાંસલ કરી. પિયાએ તેલુગુ, મલયાલમ, હિન્દી અને અંગ્રેજીમાં ફિલ્મો કરી છે. પિયા વાજપેયીને છેલ્લીવાર વર્ષ 2018માં તામિલ-મલયાલમ દ્વવિભાષી ‘અભિયુમ અનુવુમ’માં મોટા પડદા પર જોવામાં આવી હતી, જેને વિજ્યલક્ષ્મીએ ડાયરેક્ટ કરી હતી.
પિયા બાજપેયીએ ટ્વીટર પોતાના ભાઇના નિધનની જાણકારી આપી. પિયાએ ટ્વીટ કરીને લખ્યુ- મારો ભાઇ હવે નથી રહ્યો…..
my brother is no more…
— Pia Bajpiee (@PiaBajpai) May 4, 2021