ટીવીની આ નાગિન 5 વાર પ્રેમમાં ખાઇ ચૂકી છે દગો, 43 વર્ષની ઉંમરે 10 વર્ષ નાના દુલ્હાની બનશે દુલ્હન

કોણ છે એ ટીવી એકટ્રેસ જેને 5 વાર ઇશ્કબાઝીમાં મળ્યો દગો, હવે 43 વર્ષની ઉંમરે 10 વર્ષ નાના વ્યક્તિ સાથે કરી સગાઇ

“ઇશ્કબાઝ” અને “નાગિન” જેવી ધારાવાહિકોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મૃણાલ દેશરાજ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. 43 વર્ષિય મૃણાલે કેટલાક દિવસ પહેલા જ હેલ્થ અને વેલનેસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ આશિમ મથન સાથે સગાઇ કરી હતી. કપલ કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જણાવી દઇએ કે, મૃણાલ તેના થવાવાળા પતિ કરતા 10 વર્ષ મોટી છે.

જો કે, ઉંમરના અંતરને લઇને તેનું કહેવુ છે કે આ માત્ર નંબર છે, જેની લાઇફ પર કોઇ અસર થતી નથી. ઉલ્લેખનીય છે કે, મૃણાલ 5 વાર પ્રેમમાં દગો ખાઇ ચૂકી છે.પરંતુ હવે તેને આશિમના રૂપમાં તેમો સાચો પ્રેમ મળી ગયો છે અને તે તેના સાથે જીવન વીતાવવા માટે તૈયાર છે.મૃણાલે તેના કરિયરમાં ઘણી ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે. તેણે ઇશ્કબાઝમાં જાહ્નવી ઓબરોયનું પાત્ર નિભાવ્યુ હતુ. તે છેલ્લે નાગિન 3માં જોવા મળી હતી.

મૃણાલ હંમેશાથી તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહી છે. બિંદાસ લાઇફ જીવવાવાળી મૃણાલને 5 વાર પ્રેમમાં દગો મળ્યો છે.જો કે પાંચ વાર પ્રેમમાં દગો મળ્યા બાદ તે તૂટી ગઇ હતી પરંતુ તેણે હિંમત હારી ન હતી. હવે તેને આશિમના રૂપમાં તેનો સાચો પ્રેમ મળી ગયો છે. મૃણાલ અને આશિમ મથનની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા સપ્ટેમ્બર 2021માં થઇ હતી. પછી બંને વચ્ચે મિત્રતા થઇ અને એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધુ.

 

View this post on Instagram

 

A post shared by Mreenal Deshraj (@mreenaldeshraj)

મૃણાલ દેશરાજે પોતાની સગાઇને લઇને કહ્યુ હતુ કે, હાલમાં જ આશિમે મને ગોવામાં પ્રપોઝ કર્યુ હતુ અને પછી અમે મુંબઇ આવીને સગાઇ કરી લીધી હતી. તે બાદ અમે પરિવારનો આશીર્વાદ પણ લીધો અને હવે તે લગ્નને લઇને ઘણી એક્સાઇટેડ છે.તેણે ઉંમરના તફાવત વિશે કહ્યું- મારા અને આશિમના સંબંધો વચ્ચે ક્યારેય ઉંમર આવી નથી. લોકો માને છે કે વધતી ઉંમર સાથે જીવન પણ ધીમુ પડી જાય છે, પરંતુ અમારા કિસ્સામાં એવું નથી.

Shah Jina