પ્રેગ્નેટ થવા માટે આ હિરોઇનોએ ના જોઇ લગ્નની રાહ, બોયફ્રેન્ડને લિવ ઇનમાં જ બનાવી દીધો પિતા, જોઈ લો આખું લિસ્ટ
બોલિવૂડની હિરોઈનો પોતાનું ફિગર જાળવી રાખવા માટે ક્યારેક પ્રેગ્નેંસીમાં વિલંબ કરે છે. પરંતુ ઘણી એવી હિરોઈન છે જેમણે લગ્ન પહેલા પ્રેેગ્નેંસીને ખુશી ખુશી સ્વીકારી લીધી અને પોતાના બાળકને આ દુનિયામાં લાવ્યા. તમે ઘણી એવી અભિનેત્રીઓ વિશે સાંભળ્યું હશે જે લગ્ન વિના જ ગર્ભવતી થઈ, પરંતુ આ લિસ્ટમાં એક અભિનેત્રી એવી પણ છે જેણે લગ્નના થોડા સમય બાદ જ પોતાના બોયફ્રેન્ડના બાળકને જન્મ આપ્યો.
આલિયા ભટ્ટ : બોલિવુડની ગંગુબાઇ આલિયા ભટ્ટે એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને જૂનમાં જ તેણે તેના ચાહકો સાથે ખુશખબર શેર કરી કે તે માતા બનવા જઇ રહી છે. જો કે, આ સમાચાર બાદ તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. લોકોએ એવો સવાલ પણ કર્યો હતો કે શું તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઇ હતી. જણાવી દઇએ કે, આલિયા અને રણબીર એક દીકરી રાહા કપૂરના માતા-પિતા છે.
નતાશા સ્ટેનકોવિક : હાર્દિક અને નતાશાએ તેમની સગાઈની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે, આ કપલે લગ્ન પહેલા ખૂબ જ ઉત્સાહ સાથે ગર્ભાવસ્થા સ્વીકારી હતી અને અભિનેત્રીએ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો.
કલ્કિ કોચલીનઃ કલ્કિ કોચલીને પણ લગ્ન વગર જ પોતાના બાળકને જન્મ આપ્યો છે. અનુરાગ કશ્યપ સાથે છૂટાછેડા બાદ કલ્કીએ બોયફ્રેન્ડ હર્ષબર્ગના પુત્રને જન્મ આપ્યો.
ગેબ્રિએલાઃ લગ્ન પહેલા જ અર્જુન રામપાલને ગેબ્રિએલાએ પિતા બનાવ્યો હતો. વાસ્તવમાં અર્જુન રામપાલના છૂટાછેડા નક્કી થયા ન હતા અને તેથી જ તે ગેબ્રિએલા સાથે લગ્ન કરી શક્યો ન હતો.
દિયા મિર્ઝા: જ્યારે દિયા મિર્ઝાએ તેના છૂટાછેડાના સમાચારથી બધાને ચોંકાવી દીધા હતા, ત્યારે તેણે વૈભવ રેખી સાથેના લગ્નના થોડા સમય બાદ જ બેબી બંપને ફ્લોન્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીએ ઘણા ઈન્ટરવ્યુમાં લગ્ન પહેલા પ્રેગ્નેંસી વિશે પણ ખુલીને વાત કરી છે.
નેહા ધૂપિયા : નેહા ધૂપિયા અને અંગદ બેદી પણ આ લિસ્ટમાં સામેલ છે. નેહા ધૂપિયાએ ઉતાવળમાં લગ્ન કરી લીધા અને ત્યારપછી તેનું બેબી બમ્પ ફોટોશૂટ શેર કરીને ખુશખબર આપી. નેહાએ ઘણા ઈન્ટરવ્યુમાં લગ્ન પહેલા પોતાની પ્રેગ્નેંસી વિશે વાત કરી છે.
નુસરત જહાંઃ બંગાળી અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ બોયફ્રેન્ડ યશ દાસ ગુપ્તાના બાળકને જન્મ આપ્યો છે. નુસરતે પહેલા તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા પણ લગ્ન બાદ તે તેનાથી અલગ રહી અને તે હવે યશદાસ ગુપ્તા સાથે પારિવારિક જીવન માણી રહી છે.