નથી રહી ટીવીની આ ફેમસ એક્ટ્રેસ, એક દિવસ પહેલા બહેને પણ છોડી દુનિયા…બે બહેનોની એકસાથે ઉઠી અર્થી-પરિવારની હાલત રડી રડીને ખરાબ

‘ઝનક’ ફેમ એક્ટ્રેસનું સર્વાઇકલ કેન્સરથી નિધન, એક રાત પહેલા મોટી બહેને પણ દુનિયાને કહ્યુ અલવિદા – જુઓ અંતિમ તસવીરો

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ‘ઝનક’ ફેમ અભિનેત્રી ડોલી સોહીનું 48 વર્ષની વયે નિધન થયું છે. અભિનેત્રી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. દુઃખની વાત તો એ છે કે ડોલીના નિધનના આગળના દિવસે તેની બહેન અમનદીપ સોહીએ પણ દુનિયાને અલવિદા કહી દીધું. અમનદીપની કમળાની સારવાર ચાલી રહી હતી. ઇન્ડસ્ટ્રીની બે બહેનો અને અભિનેત્રીઓના થોડા જ કલાકોમાં નિધનથી શોક છવાઇ ગયો છે.

શુક્રવારનો દિવસ ટીવી ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ દુઃખદ દિવસ હતો. ડોલી સોહી અને અમનદીપ પોતાના અભિનયથી દરેક ઘરમાં ફેમસ થઇ ગયા હતા. એક્ટ્રેસના ભાઈએ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે થોડા કલાકોમાં બંને બહેનોને ગુમાવતા પરિવાર આઘાતમાં છે. ડોલીનું વહેલી સવારે 4 વાગ્યે નિધન થયુ, ડોલી અને અમનદીપ બંનેને નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોલીના નિધનના આગળના દિવસે અમનદીપનું પણ અવસાન થયું…

અભિનેત્રીના મૃત્યુ અંગે પરિવારે નિવેદન જારી કરીને કહ્યું- અમારી પ્રિય ડોલીએ ​​સવારે અંતિમ શ્વાસ લીધા. અમને આઘાત લાગ્યો છે. બંનેના બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, છેલ્લા બે દાયકાથી ડોલી ટેલિવિઝન ઉદ્યોગમાં સક્રિય હતી. તેણે કુસુમ, ભાભી, તુજ સંગ પ્રીત લગાઈ સજના, હિટલર દીદી, સહિત અનેક ટીવી શોમાં કામ કર્યું હતું.

ગયા વર્ષે જ તેને સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયુ હતુ. કીમોથેરાપીને કારણે તેનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું, જેના પછી તેને ‘ઝનક’ શો પણ છોડવો પડ્યો હતો. તેની સારવાર ચાલી રહી હતી. એવું લાગતું હતું કે તે કેન્સરની લડાઈ જીતી જશે, પરંતુ તાજેતરમાં જ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન જ તેના નિધનના સમાચાર આવ્યા. ડોલીની બહેન અમનદીપની વાત કરીએ તો, છેલ્લા એક મહિનાથી તે કમળાની બીમારી સામે ઝઝૂમી રહી હતી.

એક મહિના સુધી જીવન અને મોતની લડાઈ લડનાર અમનદીપે ગુરુવારે દુનિયાને અલવિદા કહી દીધું. અમનદીપ સિરિયલ ‘બદતમીઝ દિલ’થી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગઇ હતી. ડોલી અને અમનદીપ માત્ર બહેનો જ નહોતા, પરંતુ બેસ્ટફ્રેન્ડ્સ પણ હતા. ઉલ્લેખનીય છે કે, ડોલીના લગ્ન NRI અવનીત ધનોવા સાથે થયા હતા. આ લગ્નથી તેને એક દીકરી પણ છે. જો કે, બંને વચ્ચે સમસ્યાઓને કારણે બંને અલગ થઇ ગયા હતા.

Shah Jina