ફિલ્મી દુનિયાની અંદર ઘણા એવા કલાકારો છે જે બોલીવુડમાં મોટું નામ કમાઈ લીધા બાદ રાજકારણમાં ઝંપલાવે છે, જેમાંથી ઘણા ખરા કલાકારો વિજેતા પણ બને છે તો ઘણાને હારનો સામનો પણ કરવો પડે છે એવું જ કંઈક થયું છે જોનપુરમાં મોડેલમાંથી અભિનેત્રી બની અને પછી નેતા બનવા માટે ચૂંટણીમાં ઉતરેલી અભિનેત્રી દીક્ષા સિંહ સાથે.
દીક્ષાએ પોતાના અભિનય અને દેખાવથી લોકોના દિલ તો જીતી લીધા પરંતુ તે ચૂંટણી જીતવમાં અસમર્થ રહી. જનતાએ તેને નકારી દીધી. જિલ્લા પંચાયતી સદસ્યના વોર્ડ 26માં તેને કપરી હાર મળી.
ચૂંટણીના પરિણામોમાં તે અઢી હજાર કરતા પણ ઓછા મતની અંદર જ સમેટાઈ ગઈ. આ વોર્ડની અંદર ભાજપા સમર્થિત નગીના સીંહને જીત મળી છે.
બક્શા બ્લોકના ચિતૌડી ગામ નિવાસી દીક્ષા સિંહના પિતા જીતેન્દ્ર સિંહનો ગોવામાં મોટો કારોબાર છે. લાંબા સમયથી તેમનો પરિવાર ત્યાં જ રહે છે.
વર્ષ 2015માં ફેમિના મિસ ઇન્ડિયા રનર અપ રહેલી દીક્ષા પંચાયતી ચૂંટણીમાં ભાગ લેવા માટે ગામની અંદર આવી હતી. દીક્ષા સિંહે પંચાયત સદસ્યની વોર્ડ સંખ્યા 26માં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું.
દીક્ષાના નામાંકન બાદ જિલ્લા ચૂંટણી ઉપર બધાની નજરો લાગેલી હતી. પીએમ મોદીને પોતાના આદર્શ માનનારી દીક્ષાનો ઇન્ટરવ્યૂ પણ ખુબ જ ચર્ચમાં રહ્યો હતો. પોતાની જીત મેળવ્યા બાદ તેને ક્ષેત્રના વિકાસને લઈને આદર્શ યોજનાઓ બતાવી હતી.
મહિલાઓ માટે આરક્ષિત જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે પણ દીક્ષાએ દાવેદારી માનવામાં આવી રહી હતી, પરંતુ ચૂંટણીના પરિણામોએ તેની બધી જ ઈચ્છાઓ ઉપર પાણી ફેરવી દીધું.
દીક્ષા પેંટીન, પેરાશૂટ ઓઇલ, સ્નેપડીલ સમેત ઘણી બધી કંપનીઓની જાહેરાત કરી ચુકી છે. ફેબ્રુઆરી 2021માં તેનું આલબમ રબ્બ મેહર કરે પણ ખુબ જ ચર્ચા મેળવી હતી. તેને ઇશ્ક તેરા ફિલ્મની કહાની પણ લખી છે અને જલ્દી જ તેની વેબ સિરીઝ પણ આવવાની છે.