સદીઓથી સાસુ-વાહનો સંબંધમાં મતભેદ, ખટાશ, અણગમો વગેરે ચાલતું આવ્યું છે. સાસુ-વહુનો સંબંધ જ કંઈક એવા પ્રકારનો છે કે ન ઇચ્છવા છતાં પણ બંને વચ્ચે નાની મોટી વાતને લઈને બોલાચાલી થતી રહે છે. આજે તમને બોલીવુડ અભિનેત્રીઓના પોતાની સાસુ સાથેના સંબંધ વિશે જણાવીશું, જેઓ એક બીજાને માં-દીકરી જ માને છે, અને સાસુ સાથે ખાસ બોન્ડીગ પણ ધરાવે છે.
1. ઐશ્વર્યા રાય-જયા બચ્ચન:
બચ્ચન વહુ ઐશ્વર્યા રાય સાસુ જયા બચ્ચન સાથે સારી એવી બોન્ડિંગ ધરાવે છે, બંને એકબીજાને ખુબ પ્રેમ કરે છે, બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જાય છે.
2. કરીના કપૂર-શર્મિલા ટૈગોર:
કરીના કપૂર સાસુ શર્મિલાને અમ્મા કહીને બોલાવે છે. કરીના સાસુને માં ની જેમ જ માને છે. બંન્ને સાસુ-વહુ બોલીવુડમા પણ પોતાની અલગ જ ઓળખ બનાવી ચુકી છે. શર્મિલા પોતે પણ વહુ કરિનાની ખુબ મોટી ફૈન છે.
3. રાની મુખર્જી-પામેલા ચોપરા:
ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ચોપરાએ રાની મુખર્જીએ ચુપચાપ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી રાની પહેલી વાર સાસુ પામેલા સાથે જ જોવા મળી હતી, બંને વચ્ચે ખુબ સારી એવી બોન્ડિંગ છે, બંને પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જોવા મળે છે.
4. કાજોલ-વિણા દેવગન:
કાજોલ અને અને તેની સાસુ વિણા દેવગન વચ્ચે માં-દીકરોનો સંબંધ છે. જ્યારે કાજલ ફિલ્મ દિલવાલેની શૂટિંગ માટે બુલ્ગેરિયા ગઈ હતી ત્યારે તેની ગેહાજરીમાં તેના બાળકોની સંભાળ સાસુ વીણાએ જ લીધી હતી.
5. સોનાલી બેન્દ્રે-મધુ બહલ:
ફિલ્મોમાં સુશીલ વહુનો કિરદાર નિભાવીને ફેમસ થયેલી સોનાલી બેન્દ્રે અસલ જીવનમાં પણ સારી વહુ સાબિત થઇ છે. સોનાલી સાસુને પોતાની માં સમાન જ માને છે, બંન્ને એકબીજા સાથે સમય વિતાવતી પણ જોવા મળે છે.
6. શિલ્પા શેટ્ટી-ઉષા રાની કુંદ્રા:
શિલ્પા શેટ્ટી અવાર નવાર પોતાની સાસુ ઉષા સાથે સ્પોટ કરવામાં આવે છે. શિલ્પા-ઉષા એકબીજાને ખુબ પ્રેમ કરે છે.
7. જેનેલિયા ડિસુઝા-વૈશાલી શાહ:
જેનેલિયા ડીસુઝા અને સાસુ વૈશાલી શાહ વચ્ચે સારો એવો તાલમેલ છે. તે ઘણા મૌકા પર એકસાથે જોવા મળે છે.
8. નીતુ કપૂર-કૃષ્ણા કપૂર:
નીતુ કપૂર અને સાસુ કૃષ્ણા કપૂરની જોડી અનોખી મિસાલ કાયમ કરે છે. બંને જાહેરમાં એકબીજાની પ્રશંસા કરતી જોવા મળે છે.