ભીષ્મ પિતામહથી લઈને રાવણ સુધીના આ 5 ખ્યાતનામ કલાકારોનું સોશિયલ મીડિયામાં થયું નિધન, ઉડી હતી તેમના મોતની અફવાઓ

સોશિયલ મીડિયા ઉપર બૉલીવુડ અને ટીવી જગતના ઘણા કલાકારોને લઈને કેટલીય અફવાઓ ફેલાતી રહી છે. ઘણી અફવાઓ સાચી સાબિત થાય છે તો ઘણી ખોટી પણ. તો ઘણા કલાકારો આવી અફવાઓના કારણે નારાજ પણ થતા હોય છે. હાલમાં જ કેટલાક કલાકારોને લઈને તેમના મોતની અફવાઓ સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. જેના બાદ આ કલાકારોએ જાતે જ સામે આવી અને અફવાઓનું ખંડન કર્યું હતું સાથે અફવા ફેલાવવા વાળા ઉપર ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. આજે અમે તમને એ કલાકારો સાથે રૂબરૂ કરાવીશું.

1. મુકેશ ખન્ના:
અભિનેતા મુકેશ ખન્ના ટીવી અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ અભિનેતાઓમાંથી એક છે. તેમના મોતની ખબર 11 મેના રોજ સોશિયલ મીડિયા ઉપર ફેલાઈ હતી. જેના બાદ તેમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ પણ આપવા લાગ્યા હતા. જયારે મુકેશ ખન્નાને આ વાત વિશે ખબર પડી ત્યારે તેમને આ અફવાનું તરત જ ખંડન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna)

સાથે જ નારાજગી પણ વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેમને અફવા ફેલાવનારા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની પણ ધમકી આપી. તે ધારાવાહિક “શકિતમાન”થી ઘરમાં ઘરમાં ઓળખ બનાવી ચુક્યા છે. આ ઉપરાંત તે મહારભારતમાં “ભીષ્મ પિતામહ”ના પાત્રમાં પણ જોવા મળ્યા છે.

2. પરેશ રાવલ:
હિન્દી સિનેમાના નામી અને દિગ્ગજ અભિનેતાઓમાં એક પરેશ રાવલના નિધનની પણ અફવાઓ સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. જેના બાદ તેમને સોશિયલ મીડિયામાં આ અફવાનું ખંડન કર્યું હતું.14 મેના રોજ પરેશ રાવલને શ્રદ્ધાંજલિ અપાતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

જેનો જવાબ પરેશ રાવલે ખુબ જ મજાકિયા અંદાજમાં આપ્યો હતો. તેમને આ ખબરને શેર કરતા લખ્યું હતું કે, “તમારી ગ઼લતફેમી માટે માંફી માંગુ છું, કારણ કે સવારે 7 વાગ્યા પછી પણ હું સૂતો હતો.”

3. લકી અલી:
પ્રખ્યાત અભિનેતા અને ગાયક લકી અલીના નિધનને લઈને પણ અફવા ઉપડી હતી જેના બાદ અભિનેત્રી નફીસા અલી દ્વારા સફાઈ આપવામાં આવી હતી. તેમના નિધનની અફવામાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેમનું નિધન કોરોનાના કારણે થયું છે. જેના બાદ લકી અલીના ચાહકો સોશિયલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા હતા.


જેના બાદ આ વાતની જાણ અભિનેત્રી નફીસા અલીને થતા જ તેને સોશિયલ મીડિયામાં આ અફવાનું ખંડન કરીને ટ્વીટર એકાઉન્ટ ઉપર જણાવ્યું હતું કે તેમના મોતની ખબર અફવા છે. તેને લખ્યું હતું કે, “લકી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને આજે બપોરે જ અમે ચેટ કરી રહ્યા હતા. તે પોતાના પરિવાર સાથે તેમના ફાર્મ ઉપર છે. તેમને કોઈ કોરોના નથી થયો. તે એકદમ તંદુરસ્ત છે.”

4. અરવિંદ ત્રિવેદી:
લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ થયું, અને આ ધારાવાહિકમાં કામ કરી ચૂકેલા કલાકારો પણ ઘર ઘરમાં ફરીથી છવાઈ ગયા. જેના બાદ રામાયણમાં રાવણ બનેલા અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધનની અફવાઓ ફેલાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunil Lahri (@sunil_lahri)


ત્યારે રામાયણમાં લક્ષ્મણ બનેલા અભિનેતા સુનિલ લહેરીએ આ અફવાઓનું ખંડન કર્યું હતું. સાથે જ લોકોને આવી અફવા ના ફેલાવવા માટે પણ જણાવ્યું હતું. આ પહેલા ગયા વર્ષે પણ તેમના નિધનની અફવા ઉડી હતી જેનું તેમના પરિવાર દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.

5. મીનાક્ષી શેષાદ્રી:
90 ના દાયકાની સૌથી ચર્ચિત અને સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીના નિધનની અફવાઓ પણ હાલમાં જ સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. સોશિયલ મીડિયા ઉપર તેમના ચાહકોએ શ્રદ્ધાંજલિ આપવાનું પણ શરૂ કરી દીધું હતું.


પરંતુ થોડા સમય બાદ જ તેને પોતાની યોગ કરતી એક તસ્વીર શેર કરી હતી જેના બાદ આ અફવાને ખોટી માનવામાં આવી હતી.

Niraj Patel