રામ મંદિર નિર્માણમાં 8 સેલેબ્સનું દાન : પવન કલ્યાણે 30 કરોડ રૂપિયા તો અનુપમ ખેરે આપી ઇંટો…અક્ષય કુમારનું ગુપ્ત દાન

અયોધ્યા રામ મંદિર નિર્માણમાં આ 8 એક્ટર્સે કર્યુ મહાદાન, અક્ષય કુમારથી લઇને પવન કલ્યાણ સુધીનું છે નામ

આજે એટલે કે 22 જાન્યુઆરી સોમવારે અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં રામલલાનો અભિષેક પૂર્ણ થયો. આ સમારોહમાં રણબીર-આલિયા, વિકી-કેટરિના, કંગના રનૌત, જેકી શ્રોફ અને રજનીકાંત સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. ત્યારે આ દરમિયાન સમાચાર એજન્સી પીટીઆઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીને ટાંકીને જણાવ્યું કે રામ મંદિરના નિર્માણ પર અત્યાર સુધીમાં 1,100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જો કે મંદિરનું નિર્માણ પૂર્ણ કરવા માટે અન્ય 300 કરોડની જરૂર પડશે. આ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધી અનેક સામાન્ય અને ખાસ લોકોએ સહયોગ આપ્યો છે. અક્ષય કુમાર, અનુપમ ખેર, પવન કલ્યાણ અને ગુરમીત ચૌધરી સહિત ઘણા સેલેબ્સે પણ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે.

અક્ષય કુમારઃ જાન્યુઆરી 2021માં અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને લોકોને આ મંદિરના નિર્માણ માટે દાન આપવાની અપીલ કરી હતી. આ શેર કરતા અક્ષયે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. મેં મારા તરફથી યોગદાન આપ્યું છે, આશા છે કે તમે પણ કરશો.’ જોકે, અક્ષયે ક્યારેય જણાવ્યું નથી કે તેણે મંદિરના નિર્માણ માટે શું અને કેટલું દાન આપ્યું છે.

પવન કલ્યાણઃ દક્ષિણના પ્રખ્યાત અભિનેતા પવન કલ્યાણે આ મંદિરના નિર્માણ માટે 30 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. પવનના અંગત સ્ટાફ સભ્યો અને તમામ ધર્મના લોકોએ મંદિરમાં 11,000 રૂપિયાનું દાન આપ્યું હતું.

અનુપમ ખેર: પીઢ અભિનેતા અનુપમ ખેર ઓક્ટોબર 2023માં અયોધ્યાની મુલાકાતે ગયા હતા. ત્યાંથી તેમણે પોતાની અને મંદિરના નિર્માણ સ્થળની કેટલીક તસવીરો શેર કરી હતી. અનુપમ ખેરે કહ્યું હતું કે તેમણે આ મંદિરને ઈંટો ભેટમાં આપી હતી. ઉલ્લેખનીય છે કે અનુપમ ખેર રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

મુકેશ ખન્ના: મુકેશ ખન્નાએ ફેબ્રુઆરી 2021માં ટ્વીટ કર્યું હતું કે તેમણે મંદિરના નિર્માણ માટે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

હેમા માલિનીઃ પીઢ અભિનેત્રી હેમા માલિનીએ પણ રામ મંદિર માટે ગુપ્ત દાન કર્યું છે. આ સાથે તેમણે તાજેતરમાં અયોધ્યામાં પરફોર્મ પણ કર્યું હતુ. મીડિયા સાથે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, ‘હું પહેલીવાર અયોધ્યા આવી છું અને અહીં મેં રામાયણમાં સીતાનું પાત્ર પણ ભજવ્યું હતું. આ સમયે સમગ્ર બોલિવૂડ રામમયી છે. કલાકારો પણ રામ ભજન ગાતા હોય છે અને મેં પણ ગયા વર્ષે રામ ભજન ગાયું હતું. દરેક વ્યક્તિ ભગવાન શ્રી રામ માટે કંઈક ને કંઈક તૈયારી કરી રહ્યો છે.

મનોજ જોશીઃ 2021માં VHPએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં અભિનેતા મનોજ જોશી રામ મંદિર અને ભગવાન શ્રી રામ વિશે વાત કરી રહ્યા હતા. જો અહેવાલોનું માનીએ તો તેણે મંદિરના નિર્માણ માટે ગુપ્ત દાન પણ કર્યું છે. 90ના દાયકામાં ટીવી શો ‘ચાણક્ય’માં મુખ્ય ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતો બનેલ એક્ટર મનોજ જોશી પણ રવિવારે અયોધ્યા પહોંચ્યો છે.

ગુરમીત ચૌધરી: જાન્યુઆરી 2021માં, અભિનેતા ગુરમીત ચૌધરીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે તેણે રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે. ગુરમીત 2008માં ટીવી શો ‘રામાયણ’માં શ્રી રામની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે.

પ્રણિતા સુભાષઃ અજય દેવગન સ્ટારર ‘ભુજ’ અને ‘હંગામા 2’ જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળેલી દક્ષિણ અભિનેત્રી પ્રણિતા સુભાષે રામ મંદિરના નિર્માણ માટે 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. અભિનેત્રીએ 12 જાન્યુઆરી 2021ના રોજ એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી હતી.

આ બધાની વચ્ચે સાઉથની સુપરહિટ ફિલ્મ ‘હનુમાન’ના નિર્માતાઓએ પણ ટિકિટના વેચાણમાંથી મળેલી આવકનો એક ભાગ અયોધ્યાના રામ મંદિર માટે દાનમાં આપ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે દરેક ટિકિટના વેચાણ પર રામ મંદિરને 5 રૂપિયા દાન આપવાનું વચન આપ્યું હતું. આવી સ્થિતિમાં, નિર્માતાઓએ હવે 2 કરોડ 66 લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ ફિલ્મ થિયેટરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. તેણે ભારતમાં રૂ. 100 કરોડથી વધુ અને વૈશ્વિક સ્તરે રૂ. 150 કરોડ એકત્ર કર્યા છે.

Shah Jina