ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુઃખદ સમાચાર, ફિલ્મનું શૂટિંગ કરીને પરત ફરી રહેલા આ વિલનનું થયું અકસ્માતમાં મોત, સગાઈના દિવસે જ ગયો જીવ

Actor Suraj Mehar Road Accident Death : મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ  ખબરો સામે આવતી રહે છે. ઘણા કલાકારો આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે. ત્યારે કોઈ કલાકારનું અકસ્માતમાં મોત થતા ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાઈ જતો હોય છે અને ચાહકોને પણ  આઘાત લાગે છે, ત્યારે હાલ એક એવી જ ખબર સામે આવી  રહી છે, જેમાં મનોરંજન જગતમાં વિલન તરીકે પોતાની ભૂમિકા નિભાવીને જાણીતા બનેલા અભિનેતાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે.

છત્તીસગઢના અભિનેતા સૂરજ મેહરનું માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાની હાલ ખબર સામે આવી છે. તેઓ 40 વર્ષના હતા. પ્રાથમિક માહિતી અનુસાર, સૂરજ મેહર ઉર્ફે નારદ મેહર તેની ફિલ્મ આખરી ફૈસલાનું શૂટિંગ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થયો હતો. એવું કહેવાય છે કે તેમનું સ્કોર્પિયો વાહન પીકઅપ વાહન સાથે અથડાયું હતું. અકસ્માતના દિવસે સૂરજ મેહરની સગાઈ આજે ઓડિશાના ભથલીમાં થવાની હતી.

આ અકસ્માત મોડી રાત્રે થયો હતો. પીપરદુલા નજીક સરસીવા વિસ્તારમાંથી આવી રહેલા પીકઅપે તેમની કારને ટક્કર મારી હતી. સૂરજ મેહરને છત્તીસગઢી વિલન તરીકે ઓળખવામાં આવે છે. તેણે ઘણી છત્તીસગઢી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. એવું જાણવા મળ્યું છે કે બિલાઈગઢના સરસિવા વિસ્તારમાં તેમનું વાહન પીકઅપ વાહન સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં સૂરજ મેહરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

કેટલાક લોકોના જણાવ્યા અનુસાર, તેને ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. આ અકસ્માતમાં સૂરજ મેહરનો એક સાથી અને ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બંનેને પ્રાથમિક સારવાર બાદ બિલાસપુર રિફર કરવામાં આવ્યા છે. સૂરજ મેહરના નિધનના સમાચારથી છત્તીસગઢ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. સવારના 5 વાગે અકસ્માતની જાણકારી સંબંધીઓને મળી હતી. આ પછી સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Niraj Patel