મનોરંજન

સુશાંત પછી બોલીવુડના વધુ એક એક્ટરએ આત્મહત્યા કરીને જિંદગી ટૂંકાવી, જાણો સમગ્ર વિગત

બૉલીવુડ માટે 2020નું વર્ષ કાળ સમાન છે. એક બાદ એક સિતારાઓ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. હાલમાં જ ખબર આવી છે કે, એક્ટર આસિફ બસરાનું નિધન થયું છે. આસિફે હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ધર્મશાળામાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. તેણે મેકલેડગંજના જોગીબાડા રોડ પર એક કેફે પાસે આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ આત્મહત્યા કેમ કરી છે કે તે હજી સુધી જાણી શકાયું નથી. કાંગરાના એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Moviez Adda (@moviezadda) on

આસિફે આ પગલું કેમ ભર્યું તે વિશે કોઈ માહિતી નથી. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 5 વર્ષથી આસિફ વિદેશી મહિલા મિત્ર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

 

View this post on Instagram

 

A post shared by City Headlines News (@cityheadlinesnews) on

મળતી માહિતી અનુસાર, ગુરુવારના બપોરે આસિફ તેના પાલતુ કુતરાને લઈને ફરવા નીકળ્યો હતો. જે બાદ ઘરે પરત ફરીને પાલતુ કુતરાની રસ્સીથી જ આત્મહત્યા કરી લીધી હતી. પ્રારંભિક તપાસમાં ખબર પડી હતી કે, તે ડિપ્રેશનથી પીડાતો હતો. હાલ તો પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આસિફ બસરા એક પ્રખ્યાત ટીવી એક્ટર છે. બોલિવૂડની ઘણી ફિલ્મ ‘પરઝનીયા’ બ્લેક ‘ફ્રાઈડે’ ઉપરાંત, તે હોલીવુડ મૂવી આઉટસોર્સમાં પણ જોવા મળ્યો હતો. આ સિવાય બસરા હિમાચાલી ફિલ્મ સાંઝની ભૂમિકા માટે પણ જાણીતો છે. આ સિવાય તેણે વન્સ અપન એ ટાઇમ ઇન મુંબઇમાં ઈમરાન હાશીમીના પિતાની ભૂમિકા પણ ભજવી હતી. આ સિવાય તે હિચકી, પાતાલ લોક, હોસ્ટેજ, અને વેબસીરીઝ અને ટીવી સીરિયલમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by WeUttarPradesh (@weuttarpradesh) on