ઈસ્કોન બ્રિજ પર કાર અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લોકોએ એવો ઢીબી નાખ્યો કે બોલ્યો- મમ્મીને બોલાવું…આજીજી પણ કરતો રહ્યો

જેગુઆર ચાલકને બચી ગયેલાઓએ ધોઇ નાખ્યો, LIVE વીડિયો: ઇસ્કોન બ્રિજ પર 9 પરિવારને ઉજાડનાર તથ્ય પટેલને ટોળાએ લાતો મારી બરાબરનો ફટકાર્યો, બે હાથ જોડી માર ન મારવા આજીજી કરતો રહ્યો

Ahmedabad Accident Accused : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં. ઈસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા લોકો એકઠા થયા હતા અને આ દરમિયાન જ એક જેગુઆર કારે આ લોકો પર કાર ચઢાવી દીધી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન સહિત 9 લોકોના મોત નિપજ્યાં.

આરોપી તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં દાખલ
આ ઘટનાનો આરોપી તથ્ય પટેલ કે જે હાલમાં સિમ્સ હોસ્પિટલમાં દાખલ છે તે પોલીસની નજર હેઠળ પણ છે. તથ્ય પટેલની સામે માનવવધનો ગુનો નોંધાયો છે અને ટ્રાફિક PI વી.બી. દેસાઈ આ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે. ત્યારે એવી માહિતી છે કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં જ તથ્યની પોલીસ ધરપકડ કરશે.

આરોપીમે લોકોએ ચખાડ્યો મેથીપાક
જો કે, જ્યારે તથ્યએ અકસ્માત સર્જ્યો ત્યારે ત્યાં હાજર લોકો કે જે તેની કારની અડફેટે આવતા બચી ગયા તેમણે તથ્ય પટેલને બ્રિજ પર જ પકડી લીધો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે કેટલાક લોકો તથ્યને માર મારી રહ્યા છે. આ સમયે તથ્ય મને માફ કરી દો… મમ્મીને બોલાવું એમ કહેતો પણ જોવા મળી રહ્યો છે.

બે હાથ જોડી આરોપી ન મારવા કરતો રહ્યો આજીજી
અકસ્માતને કારણે રોષે ભરાયેલા યુવાનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. જો કે, તથ્ય પટેલને માર મારતા તે જમીન પર પડી જાય છે અને પછી પણ યુવાનો તેને હાથ અને લાતથી મારી રહ્યા છે. તેઓ તથ્યને ગાળો પણ આપી રહ્યા છે અને તથ્ય ઉભો થઈ બે હાથ જોડી માર ન મારવા આજીજી પણ કરતો જોવા મળે છે. જો કે, તો પણ લોકો તેને છોડતા મથી.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ થશે આરોપીની ધરપકડ
આ અકસ્માત મામલે ACPએ જણાવ્યું કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી સારવાર હેઠળ છે તેથી તેની ધરપકડ હાલ થઈ નથી. તેમણે એવું પણ જણાવ્યુ કે, ડ્રિંક એન્ડ ડ્રાઈવનો આ બનાવ હોય એમ નથી લાગી રહ્યું. ગાડી સ્પીડમાં હોવાથી દુર્ઘટના સર્જાઈ હોય તેમ લાગી રહ્યું છે.

Shah Jina