બનાસકાંઠામાં સર્જાયો રૂંવાડા ઉભા કરી દેનારો અકસ્માત : એક જ પરિવારના 4 લોકો બની ગયા કાળનો કોળિયો, ટ્રકે વાળ્યો કારનો કચ્ચરઘાણ

ડમ્પરે કારને અડફેટે લીધી, 4નાં મોત:થરાદ-ડીસા હાઇવે પર મરણચીસો ગુંજી ઊઠી, કારના ફુરચેફુરચા ઊડી ગયા

Accident on Tharad-Disa Highway : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, કેટલાય અકસ્માતમાં માસુમ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોવાની ખબર સામે આવે છે, તો ઘણા અકસ્માત એવા પણ હોય છે જેના વિશે સાંભળીને જ આપણું કાળજું કંપી ઉઠે. ત્યારે હાલ એક એવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ચાર લોકો કાળનો કોળિયો બની ગયા. આ અકસ્માત સર્જાયો છે થરાદ-ડીસા હાઇવે પર.

4 લોકોના મોત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ-ડીસા હાઇવે પર એક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 4 લોકોના દુઃખદ મોત નિપજ્યા છે. પરિવાર પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો થયો તે દરમિયાન જ આ ઘટના બની. ઘટનાને લઈને રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા હતા અને લોકો બચાવ કાર્ય માટે પણ આવી ગયા હતા, ઘટનાને લઈને પોલીસ પણ દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી.

અકસ્માત જોઈને રૂંવાડા ઉભા થઇ ગયા :

આ ઘટના ખોરડાં પાસે હાઇવે પર સર્જાયો. અકસ્માતમાં મોતને ભેટનાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે કારમાં જઈ રહ્યો હતો, ત્યારે જ ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી. આ અકસ્માતને રૂબરૂ જોનારના રૂંવાડા પણ ઉભા થઇ ગયા, એટલો ખતરનાક હતો, ઘટમાંનાં પરિવારના ચારેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. કાર તો સાવ પડીકું વળી ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ પરિવારજનો પર પણ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું.

Niraj Patel