ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10 લોકોના દર્દનાક મોત- મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, જેમાં અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 10 લોકોના મોત થયા છે. વડોદરાથી અમદાવાદ જતી અર્ટિગા કારને અકસ્માત નડ્યો હતો અને આને પગલે 10 લોકોના દર્દનાક મોત થયા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે ટેન્કરની પાછળ કાર ઘૂસી ગઇ હતી અને ભયાનક અકસ્માતને પગલે 10 લોકોના મોત થયા છે. કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી. જો કે અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

અકસ્માતની જાણ થતાં જ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ એક્સપ્રેસ હાઈ-વેની પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, અકસ્માતની આ ઘટનામાં એક 4થી 5 વર્ષની બાળકીનું પણ મોત થયું હોવાના અહેવાલ છે. એવી વિગત સામે આવી છે કે જે કારને અકસ્માત નડ્યો તે એક ટ્રાવેલર કાર હતી. જે એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ પેસેન્જરોને લાવવા-લઈ જવાનું કામ કરતી હતી.

Shah Jina