...
   

ત્રણ પૈડાં વાળી સાયકલ ઉપર પોતાના બાળકોને બેસાડીને સ્કૂલે મુકવા માટે જાય છે આ દિવ્યાંગ પિતા, વાયરલ વીડિયોએ લોકોને કર્યા ભાવુક, જુઓ

સોશિયલ મીડિયામાં ભાવુક કરી દેનારી ઘણી કહાનીઓ આપણે રોજ વાયરલ થતા જોઈએ છીએ, ખાસ કરીને માતાના પ્રેમની અઢળક કહાનીઓ તમે જોઈ હશે, જેના વીડિયો જોઈને લોકો ભાવુક પણ થતા હોય છે, પરંતુ પિતાના સંઘર્ષની ઘણી જ ઓછી કહાનીઓ સાંભળવા અને જોવા મળશે.

હાલ સોશિયલ મીડિયામાં એક પિતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પિતા વિકલાંગ છે, તે તેમના બાળકને સાયકલ પર લઈ જઈ રહ્યા છે. પિતાનો આ વીડિયો જોઈને દરેકનું દિલ ભાવુક થઈ રહ્યું છે. આ વીડિયો પણ IAS ઓફિસરે શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ભાવુક કરી રહ્યો છે.

આ વીડિયો IAS સોનલ ગોયલે શેર કર્યો છે. તેમણે આના કેપ્શનમાં લખ્યું છે, “પિતા”. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પિતા જે પોતે દિવ્યાંગ છે અને તે તેમની ત્રણ પૈડાં વાળી સાયકલ ચલાવી રહ્યા છે. તેમની દીકરી તેમની સાઇકલ પાછળ બેઠી છે અને દીકરો આગળ ખોળામાં બેઠો છે. સ્કૂલના યુનિફોર્મમાં બેઠેલા આ બાળકોને લઈને પિતા પોતાના હાથે સાઇકલ ચલાવીને બાળકોને સ્કૂલ તરફ લઇ જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પિતા અને બાળકોનો આ વીડિયો જોઈને લોકોના દિલ ભાવુક થઈ ગયા. લોકોને આ પિતાના પ્રેમ ઉપર પ્રેમ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે આ વિડિયો ખૂબ જ સિમ્પલ હોવા છતાં પણ દિલને સ્પર્શી જાય છે. આ ઉપરાંત એક યુઝરે લખ્યું કે દુનિયામાં એક પિતા જ છે જે પોતાના બાળકોથી હારવાનું પસંદ કરે છે. એક યુઝરે લખ્યું કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ માતા-પિતાની જગ્યા ન લઈ શકે.

Niraj Patel