આ કેવું પાગલપન? માઇનસ 22 ડિગ્રીમાં ‘દેવો કે દેવ મહાદેવ’ એક્ટ્રેસે કરાવ્યુ પ્રી વેડિંગ શૂટ, માંડ માંડ બચ્યો જીવ- જુઓ વીડિયો

સ્પીતિ વૈલીમાં -22 ડિગ્રીમાં પ્રી વેડિંગ શૂટ કરાવવા ગઇ હતી ઇન્ફ્લુએન્સર, હાઇપોથર્મિયા જ થઇ ગયો…

‘દેવો કે દેવ મહાદેવ’ની એક્ટ્રેસે -22 ડિગ્રીમાં કરાવ્યુ પ્રી વેડિંગ શૂટ, ઠંડીથી માંડ-માંડ બચ્યો જીવ, લોકો બોલ્યા- પાગલપન

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ‘દેવોં કે દેવ મહાદેવ’થી ફેમસ થયેલી એક્ટ્રેસ આર્ય વોરાએ હિમાચલ પ્રદેશના સ્પીતિ વેલીમાં કરાવેલા તેના પ્રી-વેડિંગ ફોટોશૂટનો એક વીડિયો શેર કર્યો છે. જો કે, આ વીડિયો બાદ તે ટ્રોલ થવા લાગી છે. આ વીડિયોમાં આર્યાએ જણાવ્યું હતું કે આ ફોટોશૂટ કરવું તેના માટે ખૂબ જ પડકારજનક હતું, કારણ કે તેણે માઇનસ ડિગ્રીમાં શૂટ કર્યું હતું, જેના કારણે તેને હાઈપોથર્મિયા થયો હતો.

આર્યા વોરાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં તે માઈનસ 22 ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં બ્લેક સ્લીવલેસ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. આ ક્લિપને જોતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેણે હવામાન પ્રમાણે ગરમ કપડા પહેર્યા નહોતા અને તેને કારણે તેની તબિયત ખાસ્સી બગડી હતી.

વીડિયોમાં તે ધાબળામાં લપેટાયેલી પણ જોવા મળી રહી છે અને તેને ઓક્સિજન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આર્યાએ આ પોસ્ટને કેપ્શન આપ્યું, “શું તમે આ કરવાની હિંમત કરશો? હું ઠંડીથી મરી રહી હતી, પરંતુ અમારે વોકિંગ સીન શૂટ કરવાનો હતો. મને હાયપોથર્મિયા થઇ ગયો,

એવું લાગી રહ્યુ હતુ કે જાણે કોઈ મારા હાથ પર સતત એસિડ રેડી રહ્યું છે. મારાથી સહન થતું નહોતું. મને ખૂબ આનંદ છે કે અમારા અન્ય મિત્રોએ મારી સાથે ઠંડી સહન કરી.” આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થવા લાગ્યો. અત્યાર સુધીમાં કરોડો લોકો આ વીડિયો જોઇ ચૂક્યા છે.

જણાવી દઇએ કે, આર્યા વોરાએ 2013માં ‘દેવોં કે દેવ મહાદેવ’ શોથી ટેલિવિઝનની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આર્યાએ આ શોમાં સિદ્ધિની ભૂમિકા ભજવી હતી. આર્યાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના બોયફ્રેન્ડ રંજીત સાથે લગ્ન કર્યા હતા.

Shah Jina