એશ્વર્યા અને અભિષેક સાથે દીકરી આરાધ્યાએ માર્યા દેશી ગર્લ પર ઠુમકા, જુઓ વાયરલ વીડિયો
બોલિવુડના બિગ બી અને મહાનાયક અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બાળપણથી જ ખૂબ જ પોપ્યુલર છે. તે બોલિવુડના પોપ્યુલર સ્ટાર કિડ્સમાંની એક છે.

તેના વિડીયો અને તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જે ફેન્સને ખૂબ પસંદ આવે છે. હાલમાં જ આરાધ્યાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાના ડાન્સનો આ વીડિયો લગ્નનો છે. આ ફંક્શનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ ફંક્શનમાં ઐશ્વર્યા, અભિષેક અને તેની દીકરી આરાધ્યાએ ડાન્સ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઐશ્વર્યા અને આરાધ્યા, અભિષેક સાથે સ્ટેજ પર દેસી ગર્લ ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.ત્રણેય ડાન્સ કરી રહ્યા હતા ત્યારે લોકો તેમને ચિયર્સ કરી રહ્યા હતા. ડાન્સ પૂરો થયા બાદ ઐશ્વર્યા દીકરીને સ્ટેજ પર ખુશીથી ભેટી પડે છે. મહેમાનો પણ આરાધ્યાના ડાન્સને જોઈને દંગ રહી જાય છે.
View this post on Instagram
હાલમાં એશ્વર્યા માસીની દીકરી શ્લોકા શેટ્ટીના લગ્નમાં પતિ અને દીકરી સાથે પહોંચી હતી અને ત્યાંના જ એક ફંકશનનો આ વીડિયો છે. જેમાં આરાધ્યા ખૂબ જ સરસ ડાંસ કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
દર્શકોને એશ્વર્યા અને આરાધ્યાનો ડાંસ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાહકો આ વીડિયો પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, આ વીડિયોને એશ્વર્યાના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા થોડા સમય પહેલા જ હૈદરાબાદથી પાછો આવ્યો છે. અભિષેક તમિલ ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’નું શૂટિંગ કરી રહ્યો હતો. લગભગ એક મહિના બાદ અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા મુંબઈ પાછા આવ્યા છે.
View this post on Instagram