10 વર્ષની ઉંમરમાં આરાધ્યા બચ્ચને કર્યુ એવું કામ કે, મમ્મી એશ્વર્યાને મળ્યુ પરવરિશનું ક્રેડિટ અને દાદા અમિતાભને મળ્યુ સંસ્કારનું ક્રેડિટ

બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. તેની એક ઝલક મેળવવા માટે લોકો ઉત્સુક રહેતા હોય છે. આરાધ્યા પોતાની ક્યુટનેસને લઈને લોકોમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ દેશ ભક્તિ ગીત પર ડાન્સ કરતી આરાધ્યાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેની દેશી સ્ટાઈલ બધાને પસંદ આવી હતી. હવે તેનો વધુ એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ઐશ્વર્યાની લાડલી હિન્દીમાં કવિતા સંભળાવતી જોવા મળી રહી છે, જેને જોઈને લોકો તેના વખાણ કરતા પોતાની જાતને રોકી શકતા નથી. દર્શકોની સાથે તેના પિતાએ પણ તેના પર કમેન્ટ કરીને તેના માટે આદર વ્યક્ત કર્યો છે. આ વીડિયોમાં આરાધ્યાનો કવિવાળો અવતાર જોઈને લોકો ચોંકી ગયા છે. આ વાયરલ વીડિયોમાં આરાધ્યા તેના અદભૂત અવાજમાં કવિતા ગાતી જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ કવિતા શુદ્ધ હિન્દીમાં છે.

અન્ય સ્ટાર કિડ્સથી વિપરીત, આરાધ્યા ઘણીવાર આવા પરફોર્મન્સ આપતી જોવા મળે છે. તેનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર એક ફેનપેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેના આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. આરાધ્યાના પિતા એટલે કે અભિષેક બચ્ચને પણ આ વીડિયો પર કમેન્ટ કરી છે. તેણે આ વીડિયો પર હાથ જોડીને પ્રતિક્રિયા આપી. તેના વખાણ કરતા એક યુઝરે લખ્યું સુપર ટેલેન્ટેડ છોકરી.” તો બીજાએ ઉછેરની પ્રશંસા કરી. અન્ય ઘણા યુઝર્સે તેને આશીર્વાદ આપ્યા. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યુ કે ‘બિગ બીની જેમ તેનો અવાજ પણ પાવરફુલ છે.’ એકે કહ્યું, ‘તેની માતાની જેમ તેનામાં કોન્ફિડન્સ છે.’

આરાધ્યા બચ્ચનના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “તે તેના લોહીમાં છે. આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ અભિષેક અને ઐશ્વર્યામાંથી આવે છે. હિન્દીમાં ફ્લુઅન્સી અને સંસ્કાર દાદા-દાદી પાસેથી આવે છે. આરાધ્યા એક અદ્ભુત વ્યક્તિ બનશે”. નેટીઝન્સનું કહેવું છે કે બચ્ચન પરિવારની પરંપરાઓ આગળ વધી રહી છે. તો સાથે જ એક યુઝરે આરાધ્યાને તેની માતાની જેમ બ્યુટી વિથ બ્રેનનું ટેગ પણ આપ્યું છે.આ વીડિયો આરાધ્યાની સ્કૂલ ‘ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ’માં વર્ષ 2021-22માં યોજાયેલી સ્પર્ધાનો છે.

આ વીડિયોમાં આરાધ્યાએ ઘણી હિન્દી કવિતાઓ સંભળાવી હતી. તેનો આ વીડિયો જોઈને લોકોએ તેની તુલના તેના દાદા અમિતાભ બચ્ચન અને પરદાદા હરિવંશ રાય બચ્ચન સાથે કરી છે. આ પહેલા પણ આરાધ્યા ઘણી વખત પોતાની કુશળતાને લોકો સમક્ષ રજૂ કરી ચૂકી છે. ઐશ્વર્યા અને અભિષેકની દીકરી આરાધ્યા બચ્ચન માત્ર 10 વર્ષની છે. આરાધ્યા તેની સ્ટાઈલના કારણે બી ટાઉનની લોકપ્રિય સ્ટાર કિડ્સમાં સામેલ છે.આરાધ્યા હાલમાં જ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીના લગ્નમાં જોવા મળી હતી. તેણી તેના માતાપિતા સાથે હતી. આરાધ્યાએ લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. આ સાથે તેમના પર કોમેન્ટ્રીની ઘણી માંગ ઉઠી હતી.

Shah Jina