ટીવીની સૌથી ક્યૂટ અભિનેત્રી આમના શરીફે શેર કરી પિંક મોનોકોનીમાં હોટ તસવીરો, ઇન્ટરનેટ પર મચી ગઇ સનસની
ટીવીની દુનિયામાં ખૂબસુરતીનો સિક્કો ચલાવનાર અભિનેત્રી આમના શરીફની બધી જ તસવીરોને ચાહકો પસંદ કરે છે. આમના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
હાલમાં જ આમના માલદીવમાં લાંબુ વેકેશન મનાવીને આવી છે. આ વચ્ચે આમનાએ માલદીવથી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે.
ટીવી શો “કસોટી ઝિંદગી કે 2″માં કોમોલિકા બાસુનો રોલ પ્લે કરનાર અભિનેત્રી આમના શરીફ આ દિવસોમાં તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે.
આમના સોશિયલ મીડિયા પર હાલ છવાયેલી રહે છે. એવામાં તેણે માલદીવથી પિંક મોનોકોનીમાં તસવીર શેર કરી હતી, જેમાં તેની અદાઓ એકદમ કમાલની લાગી રહી હતી.
આમના શરીફ માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. જયાંથી તે ખૂબ જ હોટ અને ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે.
આમનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તેના લુકને લઇને તે ખૂબ જ ચર્ચામાં છે અને તેનો આ લુક ચાહકોને પણ દીવાના બનાવી રહ્યો છે.
આમનાની વેકેશનની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં આમનાનો હોટ લુક જોતા જ ચાહકો તો તેના પર ફિદા થઇ ગયા છે. આ તસવીરોએ તો સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.
આમનાએ સતત વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર અપડેટ કરી છે. આમના તસવીરોમાં મોનોકોનીમાં જોવા મળી રહી છે.
આમના આ વેકેશનમાં કયારેક બોટર બાઇક ચલાવતી જોવા મળી તો કયારેક તે સમુદ્રના પાણી સાથે રમતી જોવા મળી.
આમનાનેએ તેના કોલેજના બીજા વર્ષમાં જ મોડલિંગના ઓફર આવવાના શરૂ થઇ ગયા હતા. તેને ક્લોઝ-અપ ટૂથપેસ્ટ, ઇમામી કોસ્મેટિક ક્રીમ, નેસ્કાફે અને કેટલીક બીજી બ્રાંડ માટે મોડલિંગની ઓફર આવવાની શરૂ થઇ ગઇ હતી.
આમનાએ અત્યાર સુધી 50થી વધુ જાહેરાત કરી છે. તે કુમાર સાનુના “દિલ કા આલમ”માં જોવા મળી હતી. આ સાથે તે ફાલ્ગુની પાઠકના “યે કિસને જાદુ કિયા” વીડિયોમાં પણ જોવા મળી હતી.
તમને જણાવી દઇએ કે, આમના ટીવી ઉપરાંત “એક વિલન” અને “આલૂ ચાટ” જેવી ફિલ્મોમાં પણ જોવા મળેલી છે. આમનાએ “કહી તો હોગા” સાથે ટેલિવિઝન પર શરૂઆત કરી હતી.
આમનાએ વર્ષ 2013માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને પ્રોડયુસર અમિત કપૂર સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ તેને ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા. તમને જણાવી દઇએ કે, આમનાને એક બાળક પણ છે.