દીકરીના લગ્ન માટે આમિર ખાનના ઘરને સજાવવામાં આવ્યું દુલ્હનની જેમ, શરૂ થઇ ગઈ લગ્નની વિધિઓ, વીડિયોમાં જુઓ કેવો છે નજારો

આમિર ખાનના ઘરમાં ગુંજવાની છે દીકરીના લગ્નની શરણાઈઓ, તૈયારીઓ થઇ ગઈ શરૂ, ઘરની રોનક જોઈને તો તમે પણ આભા રહી જશો, જુઓ વીડિયો

Aamir khan house Ira Khan Wedding :દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, ત્યારે સામાન્ય માણસની જેમ સેલેબ્સના ઘરે પણ લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, ત્યારે હવે એક ખુશ ખબરી બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના ઘરેથી પણ આવવાની છે. આમિર ખાનની દીકરીના લગની તૈયારીઓ પણ હવે જોરશોરથી શરૂ થઇ ગઈ છે જેના વીડિયો પણ સામે આવ્યા છે.

આમિર ખાનની દીકરીના લગ્ન :

આમિર ખાનની દીકરી આયરા ખાન ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પિતા આમિર ખાનની ખુશી સાતમા આસમાને છે. આ દિવસોમાં અભિનેતા તેની પુત્રીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન હવે આમિર ખાનના ઘરની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં આમિર ખાનનું ઘર દુલ્હનની જેમ સજેલું જોવા મળી રહ્યું છે.

દુલ્હનની જેમ સજાવ્યું ઘર :

આયરા ખાન અને નુપુર શિખરે છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે બંને લગ્ન કરીને પોતાના સંબંધો બદલી રહ્યા છે. ખાન અને શિખરે બંને પરિવારોમાં લગ્નની ઉજવણી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી બંને પરિવારના પ્રી-વેડિંગ સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં તમે આમિર ખાનનું ઘર રોશનીથી ઝગમગતું જોઈ શકો છો.

પૂર્વ પત્નીના ઘરે પણ લગ્નની તૈયારીઓ :

આમિર ખાન ઉપરાંત તેની પૂર્વ પત્ની રીના દત્તાના ઘરે પણ તેની પુત્રીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રીનાએ પણ તેના ઘરને ગુલાબી અને સફેદ લાઇટથી રોશન કર્યું છે. આ પહેલા દુલ્હેરાજા નુપુર શિખરે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે તેના ઘરનો અંદરનો નજારો બતાવ્યો હતો. જેને ફૂલોથી શણગારવામાં આવે છે.

વીડિયો આવ્યા સામે :

આ પછી વીડિયોમાં નુપુર તેના પરિવારના સભ્યો સાથે જોવા મળ્યો હતો. આ વીડિયોમાં તેની માતા તેને તિલક લગાવતી જોવા મળી રહી છે. આ સિવાય તેઓ મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજ મુજબ લગ્ન પહેલાની કેટલીક વિધિઓ કરતા જોવા મળે છે. એક વીડિયોમાં કેમેરાની પાછળ રહેલી ઈરાને એમ કહેતી સાંભળવામાં આવી હતી કે, “ઓહ માય ગોડ, મહારાષ્ટ્રીયન સાથે લગ્ન કરીને કેલ્વન લઇ આવો. તે કેવી મજાની વાત છે?” આયરા અને નૂપુરે 2023નો છેલ્લો દિવસ સાથે ઉજવ્યો હતો. આયરાએ તેની એક સુંદર તસવીર શેર કરી હતી.

Niraj Patel