વાયરલ

જુઓ વીડિયો: જૂનાગઢની પ્રખ્યાત હોટલમાં સિંહની લટારથી લોકો ફફડી ઉઠ્યા, હોટલનો ગેટ બંધ હોઇ સિંહે જે કર્યુ તે સિક્યોરીટી વાળા જોતા રહી ગયા

જૂનાગઢ શહેરમાં રાજકોટ હાઇવે પર પ્રખ્યાત હોટલમાં વહેલી સવારે જંગલના સિંહની પધરામણી થઇ હતી. સિંહ હોટલમાં આંટા ફેરા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.હાલ હોટલમાં સિંહ લટાર મારતાં સીસીટીવીમાં કેદ થયેલાં દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે.

છેલ્‍લા થોડા દિવસોમાં જ સિંહ જૂનાગઢ શહેરમાં બે વખત આવી ચડ્યાની ઘટનાથી લોકોમાં ગભરાટની લાગણી જોવા મળી છે.જૂનાગઢ શહેરની એક હોટલમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. હોટલમાં સિંહના આંટાફેરા જોઈને સિક્યુરિટી ગાર્ડ પણ ડરી ગયો હતો અને તે પોતાની કેબિનમાંથી બહાર ન નીકળ્યો હતો.જોકે, સિંહ કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર અહીંથી ચાલ્યો ગયો હતો.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, સિંહ આવીને આરામથી જોવે છે કે દરવાજો બંધ છે. બાદમાં તે એક કૂદકો મારેે છે અને દરવાજો પાર કરે છે. સિક્યોરીટી ગાર્ડ પણ અચાનક ઉઠી જાય છે અને જોવે છે કે, આ શું છે. સિંહને જોઇને સિક્યોરીટી ગાર્ડ પણ ગભરાઇ જાય છે. જો કે, હોટેલમાં આવેલ સિંહ લટાર મારીને પરત જતો રહેતા સુરક્ષાકર્મીએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, જંગલનો રાજા સિંહ ઘણીવાર રસ્તાઓ પર લટાર મારતો જોવા મળે છે. સિંહની લટારના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તેવામાં હાલમાં જ સિંહનો ફરી એક વીડિયો વાયરલ થયો છે. જો કે, આ વીડિયોમાં સિંહ હોટલમાં લટાર મારતો કેમેરામાં કેદ થયો છે.