કોણ છે રણવીર સિંહની ઓનસ્ક્રીન પત્ની શાલિની પાંડે, ગોર્જિયસ તસવીરોથી ચાહકોને કરી દે છે પાણી પાણી, બસ એક વાર જોઈ લેજો ફિગર

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન અને જયદીપ અહલાવતની ફિલ્મ ‘મહારાજ’માં કિશોરીનું પાત્ર નિભાવી અભિનેત્રી શાલિની પાંડેએ ખૂબ લાઇમલાઇટ લૂંટી. કિશોરીની ભૂમિકામાં શાલિની પાંડેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો. પરંતુ શું તમે જાણો છો કે શાલિની પાંડે ‘મહારાજ’ પહેલા પણ ઘણી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.

1994માં જન્મેલી શાલિની પાંડેએ બોલિવૂડની સાથે સાથે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. શાલિની પાંડેએ પોતાની કારકિર્દીની શરૂઆત સાઉથ ફિલ્મોથી કરી હતી. થિયેટરથી ફિલ્મી દુનિયામાં કિસ્મત અજમાવનાર શાલિની પાંડે પોતાની ફેમીલી વિરૂદ્ધ જઇ એક્ટિંગની દુનિયામાં આવી હતી. શાલિનીએ 2017માં સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’થી ડેબ્યૂ કર્યું હતું.

‘અર્જુન રેડ્ડી’માં શાલિનીએ વિજય દેવરકોંડા સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અર્જુન રેડ્ડી પછી શાલિની પાંડેએ તમિલ ફિલ્મ 100% Kadhal માં કામ કર્યું. તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવનાર શાલિનીએ વર્ષ 2018માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. શાલિની પાંડેએ ફિલ્મ ‘મેરી નિમ્મો’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મમાં શાલિનીએ નિમ્મોની મિત્રનો કેમિયો રોલ કર્યો હતો. ત્યારબાદ આ અભિનેત્રી ‘બમફાડ’માં જોવા મળી હતી. રણવીર સિંહ સાથે ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં શાલિની પાંડેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ‘જયેશભાઈ જોરદાર’માં શાલિની પાંડેએ રણવીર સિંહની પત્નીની ભૂમિકા ભજવી હતી. શાલિનીએ અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં નાના-મોટા પાત્રો ભજવ્યા છે.

શાલિની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર ફેન્સ સાથે તેના ગ્લેમરસ ફોટોઝ અને વીડિયો શેર કરે છે. શાલિનીએ એકવાર કહ્યુ હતુ કે- તે અભિનયમાં કારકિર્દી બનાવવા માટે ઘરેથી ભાગી ગઈ હતી. એક મીડિયા ઇવેન્ટમાં તેણે કહ્યું, ‘મારા પિતા ઇચ્છતા હતા કે હું એન્જિનિયર બનું. મેં પ્રયત્ન પણ કર્યો પણ હું તે કરી શકી નહીં.

જ્યારે મારા પિતા મને અભિનયમાં મારું નસીબ અજમાવવા દેવા તૈયાર નહોતા. મેં તેમને 4 વર્ષ સુધી મનાવ્યા. તો મેં વિચાર્યું કે મારે ભાગી જવું જોઈએ. હવે તો મજાક લાગે છે, પણ તે સમયે ખૂબ જ મુશ્કેલ હતું. એટલા માટે હું ભાગી ગઈ.’ ડીએનએ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી.

મુંબઈમાં તેના કેટલાક મિત્રો હતા. પરંતુ કોઈ કારણોસર તે તેની સાથે રહી શકી નહીં. એટલા માટે તેને છોકરાઓ સાથે રૂમ શેર કરવો પડ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે- તે છોકરાઓ તેનો પરિવાર બની ગયા હતા. હૈદરાબાદ ગયા પછી પણ તેમની મિત્રતા ચાલુ રહી. કરિયરની વાત કરીએ તો તે દક્ષિણની ફિલ્મોમાં સક્રિય છે.

અર્જુન રેડ્ડી ઉપરાંત, તેણે મહાનતી, NTR: Kathanayakudu, 118, Gorilla, Iddari Lokam Okate, બમફાડ, નિશબ્દમ, સાઇલૈંસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ફિલ્મોમાં તેની કારકિર્દી વિશે વાત કરીએ તો, તે મેરી નિમ્મો, જયેશભાઈ જોરદાર અને મહારાજમાં જોવા મળી હતી.

Previous Article

પ્રેમી સાથે 24 કલાક હોટલમાં રોકાઇ અમદાવાદની યુવતિ, પછી થયુ એવું કે પોલિસ થઇ ગઇ દોડતી...

Next Article

દરિયા કિનારે આરામથી સુઈ રહ્યો હતો મગર, પછી શાર્કે આવીને કર્યું એવું કે વાયરલ થયો વીડિયો

error: Protected Content!