દરિયા કિનારે આરામથી સુઈ રહ્યો હતો મગર, પછી શાર્કે આવીને કર્યું એવું કે વાયરલ થયો વીડિયો

જંગલી પ્રાણીઓના વીડિયોઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ હોય છે. આ દિવસોમાં, મગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં જોઈ શકાય છે કે મગર સમુદ્રના કિનારે આરામ કરે છે, પછી અચાનક એક શાર્ક પાણી માંથી બહાર આવે છે. આ પછી જે થાય છે તે આશ્ચર્યજનક છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે દરિયા કિનારા પર મગર ઊંધો પડેલો છે અને તે બિલકુલ પણ હલી રહ્યો નથી. એવું લાગે છે કે તે મરી ગયો છે. પછી અચાનક પાણીમાં હલચલ થાય છે અને એક શાર્ક બહાર આવે છે. શાર્ક મગરને પકડે છે અને તેને પાણીમાં ખેંચે છે અને તેના પર હુમલો કરવાનું શરૂ કરે છે.

મગરનો અડધો ભાગ પાણીમાં તરતા જોવા મળે છે, જ્યારે શાર્ક વારમવાર તેના પર હુમલો કરે છે.આ જોઈને લોકોમાં ખુબજ ભયનો મ્હાલો છવાઈ ગયો છે.વાયરલ થઈ રહેલી વીડિયોને x પર @amazlnngnature નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં 14.7 મિલિયન વ્યૂઝ પ્રાપ્ત થયા છે અને ઘણા લોકોને વીડિયો ગમ્યો છે. આ વીડિયો જોઈને, લોકો જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી છે કે ‘મગર મરી ગયો હતો કે તે ફક્ત આનંદ લઇ રહ્યો હતો?’ બીજા એક યુઝરે કહ્યું, આ મગર દરિયાની પાસે શું કરતો હતો?. અન્ય એક લખ્યુંકે કે આ મગર દરિયાની પાસે કેવી રીતે પોંચ્યો?.

Previous Article

કોણ છે રણવીર સિંહની ઓનસ્ક્રીન પત્ની શાલિની પાંડે, ગોર્જિયસ તસવીરોથી ચાહકોને કરી દે છે પાણી પાણી, બસ એક વાર જોઈ લેજો ફિગર

Next Article

મંદિરમાં શ્રદ્ધા કે મારામારી? બાંકે બિહારી મંદિરમાં નાની બાબત અંગે શ્રદ્ધાળુઓ અને સેવાકર્મીઓ વચ્ચેની મારામારીનો ખોફનાખ વીડિયો થયો વાયરલ

error: Protected Content!