ટીવી ઇન્ડસ્ટ્રી પછી હવે સાઉથ સિનેમામાંથી પણ એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ તેલુગુ અભિનેતા વિજય રંગરાજુનું નિધન થયું છે. વિજય રંગરાજુને રાજ કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મળતી માહિતી મુજબ, ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું.

અહેવાલ મુજબ, એક અઠવાડિયા પહેલા તેમની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજા થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં અને તેમનું નિધન થયું. વિજય રંગરાજુના નિધનથી દરેક વ્યક્તિ ખૂબ જ દુઃખી છે.વિજય રંગરાજુએ તમિલ તેમજ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તેમણે ખલનાયક અને સહાયક અભિનેતાની ભૂમિકાઓમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે રંગરાજુએ બાપુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સીતા કલ્યાણમ’ થી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તેમણે અનેક ફિલ્મો કરી, પરંતુ કોઈએ તેમને સારો બ્રેક આપ્યો નહીં. જોકે, તેમણે હિંમત ન હારી અને કામ ચાલુ રાખ્યું.

આ પછી બાલકૃષ્ણની ‘ભૈરવ દ્વીપ’ ફિલ્મે વિજયા રંગરાજુને મોટો બ્રેક આપ્યો અને પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને તેઓ એક અદ્ભુત અભિનેતા તરીકે દુનિયાની સામે આવ્યા. જણાવી દઈએ કે વિજયને બે દીકરીઓ પદ્મિની અને દીક્ષિતા છે. વિજય રંગરાજુ વેટ લિફ્ટિંગ અને બોડી બિલ્ડિંગ માટે પણ જાણીતા છે.