લાડલી દીકરીનો મમ્મી-પપ્પાને લાસ્ટ મેસેજ, ‘સાસુને હથકડીનો શોખ છે તેને જરૂર પહેરાવજો…’ સ્ટેટ્સ જોઇ રડી પડ્યા પરિજન
‘મારી સાસુને હથકડી પહેરવાનો શોખ, એને જરૂર પૂરો કરજો…’ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વહુએ આપ્યો જીવ
‘મારી સાસુને હથકડીનો શોખ છે, જરૂર પહેરાવજો…’ વોટ્સએપ પર સ્ટેટ્સ લગાવી મહિલાએ કરી આત્મહત્યા, ઘરમાં બનેલ કુંડમાં લગાવી છલાંગ
રાજસ્થાનના બિકાનેરના હદાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજના ત્રાસ અને પારિવારિક તણાવને કારણે એક મહિલાએ કુંડમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી. તકે આપઘાત પહેલા પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજસ્થાનમાં વધુ એક પરિણીત મહિલા દહેજનો ભોગ બની છે. એક મહિલાએ લગ્નના ચાર વર્ષ પછી કુંડમાં મોતની છલાંગ લગાવી.
આત્મહત્યા પહેલા મહિલાએ તેના પિતા અને માતાને સંબોધીને મોબાઇલ સ્ટેટસમાં લખ્યું, “મમ્મી-પાપા મિસ યુ, મારી સાસુને હાથકડી પહેરવાનો ખૂબ શોખ છે. આ શોખ જરૂર પૂરો કરજો.” આ સ્ટેટ્સ વાંચ્યા પછી પરિવારમાં હોબાળો મચી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક દુર્ગા કંવરના પિતાએ દહેજ માટે પોતાની પુત્રીને હેરાન કરવા અને હત્યાનો કેસ નોંધાવ્યો છે.
તેમણે રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી દુર્ગા કંવરના લગ્ન 2021માં દિલીપ સિંહ સાથે થયા હતા. લગ્ન પછી તરત જ સસરા, સાસુ અને નણંદ તેની પાસેથી દહેજની માંગણી કરવા લાગ્યા. આ માટે દુર્ગાને ત્રાસ આપવામાં આવતો. દુર્ગાના ભાઈએ જણાવ્યું કે તેની બહેન સતત માનસિક અને શારીરિક ત્રાસનો સામનો કરી રહી હતી. દુર્ગાને તેના સાસરિયાઓ દહેજ માટે એટલી હેરાન કરતા હતા કે તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું. આપઘાત પહેલા તેણે એક સ્ટેટસ પોસ્ટ કર્યું.
દુર્ગાના પરિવારની માંગ છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હદાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતકના સાસુ અને સાસરિયા પક્ષના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલાની તમામ દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે.