રસ્તા પર મળે છે ‘કોબ્રા પકોડા’, મુર્ગીની જેમ રાખે છે જીવતા કોબ્રા, વીડિયો જોઈ ચોકી જસો

મોટાભાગના લોકો કોબ્રાના નામથી જ ડરી જાય છે. તેનું કારણ એ છે કે તે એકદમ વિશાળ, ઝેરી અને ડરામણો છે. લોકો ભૂલથી પણ કોબ્રાને જોઈને ડરી જાય છે, પરંતુ ઈન્ડોનેશિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને તમે દંગ રહી જશો.

ખરેખર, આ એક ફૂડ જોઈન્ટનો વીડિયો છે જ્યાં ‘કોબ્રા પકોડા’ બનાવવામાં આવે છે.આ વાંચીને તમે પણ ચોંકી ગયા હશો પરંતુ આ ખરેખર સાચું છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @kaash_chaudhary દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોશો કે આકાશ ચૌધરી બતાવે છે કે કેવી રીતે લોકો કોબ્રા પકોડા ખાવા માટે તે જગ્યાએ પહોંચે છે.

લોકો કોબ્રાનું લોહી પીવા માટે પણ ઓર્ડર આપે છે કારણ કે તેઓ માને છે કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા પણ સુધરે છે.વીડિયોમાં આકાશ ચૌધરી કહે છે કે એક કોબ્રાની કિંમત 2 લાખ ઈન્ડોનેશિયન રૂપિયા એટલે કે ભારતીય ચલણમાં એક હજાર રૂપિયા છે. વીડિયોમાં એક મોટો પિંજરો દેખાય છે જેમાં ઘણા કોબ્રા સાપ રાખવામાં આવ્યા છે.

આ ઓર્ડર મુજબ કાપીને બનાવવામાં આવે છે. આટલું જ નહીં, તેમને બાર્બેક્યૂ કર્યા પછી પણ ખાવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.ઘણા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે- ભગવાન શિવની ત્રીજી આંખ ખોલવાથી આ લોકોને શાંતિ મળશે. બીજા યુઝરે લખ્યું છે- એલ્વિશ ભાઈને આ લોકેશનની ખબર ન હોવી જોઈએ. અન્ય યુઝરે લખ્યું કે- આ સ્નેક સ્નેક્સ બની ગયો છે. ચોથાએ યુઝરે લખ્યું- ભાઈ, તમારે આ પહેલા કહેવું જોઈતું હતું કે નબળા હૃદયવાળાઓએ આ ન જોવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Akash Chaudhary (@kaash_chaudhary)

Previous Article

જ્યારે પતિ સૈફ પર થયો હુમલો ત્યારે પાર્ટી કરી રહી હતી કરીના...? જાણો કેવો હતો એક્ટર પર હુમલા દરમિયાનનો અંદરનો નજારો

Next Article

મહાકુંભની સૌથી સુંદર સાધ્વીની માતાનો દાવો- બે છોકરા જોયા છે, દીકરી જલ્દી જ કરશે લગ્ન....ઘરે કેવી રીતે રહે છે, ક્યારે આવ્યો સાધ્વી બનવાનો વિચાર- ખુલી પોલ

error: Protected Content!