અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ અવાર નવાર લાઇમલાઇટમાં રહે છે, તેણે હાલમાં જ લગ્ન બાદ પહેલીવાર 17 ઓક્ટોબરે પહેલો જન્મદિવસ એંટીલિયામાં સેલિબ્રેટ કર્યો. અંબાણી પરિવારે નાની વહુના જન્મદિવસ પર ભવ્ય આયોજન કર્યુ હતુ અને આ ગ્રૈંડ પાર્ટીમાં બોલિવુડની ઘણી હસ્તિઓ સામેલ થઇ હતી.

બર્થડે પાર્ટીમાં શાહરૂખ ખાનના બાળકો સુહાના ખાન અને આર્યન ખાન, રણવીર સિંહ, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, ખુશી કપૂર, અનન્યા પાંડે સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. આ સિવાય દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પણ રાધિકાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થયા હતા. સેલેબ્સના ફેવરેટ અને અંબાણી પરિવારની દરેક ફંક્શનમાં જોવા મળતા ઓરહાન અવત્રામણી એટલે કે ઓરીએ રાધિકાની બર્થ ડે પાર્ટીની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

આ ઉપરાંત તેણે રાધિકાના કેક કટિંગનો પણ એક વીડિયો શેર કર્યો. ઓરીએ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યો છે જેમાં તે ફ્રેન્ડ્સ સાથે જોવા મળી રહ્યો છે અને ફિલ્ટરનો યુઝ કરી મસ્તી ભર્યો વીડિયો બનાવી રહ્યો છે.
View this post on Instagram