54 વર્ષના આંટીએ ચાલી ગજગામિની ચાલ, અદાઓમાં અદિતિ રાવ હૈદરીને આપી રહી છે માત- વીડિયો જોઇ અટક્યુ Netflixનું દિલ
જ્યારથી સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી રિલીઝ થઈ છે ત્યારથી તેના કેટલાક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આમાંથી જ એક છે અદિતિ રાવ હૈદરીનું ગજગામિની વોક…જેના પર આ દિવસોમાં સોશિયલ મીડિયા યુઝર્સ ક્રેઝી થઇ રહ્યા છે.

ગજગામિની વોકની દરરોજ એકથી વધુ રીલ વાયરલ થઈ રહી છે, જેમાં લોકો બિબ્બો જાન (અદિતિ રાવ હૈદરી)ની જેમ અદાઓ બતાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક 54 વર્ષની મહિલાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં લોકો તેના અદભૂત મૂવ્સને પસંદ કરી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે નેટફ્લિક્સે પણ આ વિડિયો પર પ્રતિક્રિયા આપી છે.

નીરુ સૈનીએ અદિતિ રાવ હૈદરી જેવો આઉટફિટ કેરી કરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે અદિતિ રાવ હૈદરીના દરેક સ્ટેપને પણ ફોલો કરવામાં આવ્યા છે. કેટલાક જ દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે, જ્યારે સેંકડો યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી મહિલાની પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram