લંડનના રસ્તા પર લૂંગી પહેરી ફરતી જોવા મળી છોકરી, સ્વેગ જોઇ ફેન થઇ પબ્લિક- જુઓ વીડિયો
ભારતમાં લુંગી ફેમસ હોવી સ્વાભાવિક છે. ખાસ કરીને જો તમે દક્ષિણ ભારતના રહેવાસી છો, તો તમે જાહેર સ્થળોએ પણ ગર્વ સાથે લુંગી પહેરી શકો છો. ‘લુંગી ડાન્સ’ ગીત લુંગીના સન્માનમાં બનાવવામાં આવ્યું છે. જો કે, આ સિમ્પલ આઉટફિટ આ દિવસોમાં ભારતમાં નહિ પણ લંડનની ગલીઓમાં હેડલાઈન્સ બનાવી રહ્યો છે. એક સામાન્ય ભારતીય છોકરીએ લંડનની ગલીઓમાં લૂંગી પહેરી તેને ત્યાં ફેશનેબલ બનાવી દીધી.

જ્યારે એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લંડનની ગલીઓમાં લુંગી પહેરેલ વીડિયો શેર કર્યો, તો તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય છોકરી લુંગી પહેરીને લંડનના રસ્તાઓ પર આરામથી ફરી રહી છે. Valery daania નામની આ યુવતિ તમિલ છે, જે લંડનમાં રહે છે. તેના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તે પહેલીવાર લુંગી પહેરેલી જોવા મળે છે.

આ દરમિયાન તે ક્યારેક સુપર માર્કેટમાં તો ક્યારેક લંડનમાં કોઈ અન્ય ખાસ જગ્યાએ ગર્વથી ફરતી જોવા મળે છે. વીડિયો કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘લંડનમાં લુંગી પહેરી.’ તેણે આ લુંગી સાથે સનગ્લાસ પણ પહેર્યા છે. આ અનોખા અંદાજમાં જ્યાંથી પણ તે પસાર થાય છે, ત્યાં ઘણા યુઝર્સ તેના વખાણ કરતા જોવા મળે છે.

વીડિયો જોયા બાદ એકે લખ્યું, ‘અક્કા આ પ્રયોગ માટે તમને સેલ્યુટ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ અદભૂત છે.’ જો કે, કેટલાક યુઝર્સે તેને ખૂબ જ સામાન્ય ગણાવ્યું અને લખ્યું કે, ‘તે એકદમ સ્કર્ટ જેવું લાગે છે.’ અન્ય યુઝરે ટિપ્પણી કરી, ‘તામિલિયન રોક્સ, અમેરિકન શોક્ડ.’
View this post on Instagram