માતાજીના દર્શન કરવા વૈષ્ણોદેવી જઇ રહેલી બસ ખાઇમાં ખાબકી, 10 જેટલા લોકોના મોત, આટલા બધા હોસ્પિટલમાં એડમિટ થયા

Bus Accident : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતની ખબર સામે આવે છે. ઘણા લોકોના અકસ્માતમાં મોત થતા હોય છે, તો ઘણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે હાલમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરથી એક ભયાનક માર્ગ અકસ્માતની ખબર સામે આવી રહી છે. જમ્મુમાં એક બસ પુલ પરથી ખીણમાં પડી જતાં 10 જેટલા લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ કટરા જઈ રહી હતી ત્યારે ઝજ્જર કોટલી પાસે આ અકસ્માત થયો હતો.

બસમાં સવાર શ્રદ્ધાળુઓ અમૃતસરથી માતા વૈષ્ણો દેવી મંદિર જઈ રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. આ ઘટના જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે બની હતી. આ અકસ્માતમાં 20 જેટલા લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ગંભીર રીતે ઘાયલ લોકોને જીએમસી જમ્મુ લાવવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, CRPF ઓફિસર અશોક ચૌધરીએ જણાવ્યું કે અમને સવારે દુર્ઘટનાની જાણકારી મળતા જ અમારી ટીમ તરત જ પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ બસમાં સવાર મુસાફરો મૂળ બિહારના છે. પરિવારના તમામ નજીકના સભ્યો બાળકના મુંડન માટે બસમાં બેસીને કટરા જઈ રહ્યા હતા. મુંડન વિધિ બાદ તેમનો પ્લાન માતા વૈષ્ણોદેવી મંદિર જવાનો હતો. દર્દનાક બસ દુર્ઘટના અંગે જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે લોકોના મોતથી તેઓ ખૂબ જ દુઃખી છે.

શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. ઘાયલોને તમામ શક્ય મદદ અને સારવાર આપવા માટે જિલ્લા પ્રશાસનને સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ તમામ મૃતકો એક જ પરિવારના છે.

Shah Jina