શાર્ક ટેંકના જજ રહી ચૂકેલા અશનીર ગ્રોવરના પિતાનું નિધન, પોસ્ટમાં આવી રીતે આપી શ્રદ્ધાંજલિ

શાર્ક ટેંક ઇન્ડિયા ફેમ અશનીર ગ્રોવરના પિતા અશોક ગ્રોવરનું નિધન થઇ ગયુ છે. ભારત પેના ફાઉંડર અશનીર ગ્રોવરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ દુખદ જાણકારી આપી છે. અશનીર ગ્રોવરના પિતાના નિધનની ખબર સાંભળી સોશિયલ મીડિયા યુઝર્સ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. અશનીર ગ્રોવરએ સોશિયલ મીડિયા પર બુધવારે આ દુખદ સમાચાર શેર કર્યા હતા. અશનીર ગ્રોવરે પિતાને શ્રદ્ધાંજલિ આપતી એક ઇમોશનલ નોટ પણ લખી છે. તેમણે પિતાની તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યુ- બાય પાપા, લવ યુ. સ્વર્ગમાં પાપાજી, મોટી મમ્મી, નાનાજી અને નાનીજીનું ધ્યાન રાખજો.

અશોક ગ્રોવર (પુત્ર નંદલાલ ગ્રોવર) 04.08.1953 – 28.03.2023. આ ઇન્સ્ટા પોસ્ટ પર રિએક્ટ કરતા સોશિયલ મીડિયા યુઝર્સ અશનીરના પિતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. એકે લખ્યું, ‘તમારા પિતાને પુત્ર તરીકે તમે મળવા પર ખૂબ ગર્વ હતો. તે તમને ખૂબ પ્રેમ કરે છે અને મને આશા છે કે આ મુશ્કેલ સમયમાં તમને રાહત મળશે. અન્ય એક યુઝરે લખ્યું, ‘ઓમ શાંતિ. તે એક અદ્ભુત વ્યક્તિ હતા અને તેમની કમી ખલશે. દુઃખની આ ઘડીમાં તમને શાંતિ, આરામ, હિંમત અને ઘણો પ્રેમ.

ત્યાં બીજા એક યુઝરે લખ્યું, ‘ઓમ શાંતિ! ભગવાન તમને અને તમારા પરિવારને શક્તિ આપે. તમને જણાવી દઈએ કે અશનીર ગ્રોવરે શાર્ક ટેન્ક ઈન્ડિયાથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. ચાહકોને તેના વન લાઇનર્સને ખૂબ પસંદ છે. હાલમાં જ અશનીર ગ્રોવરે પત્ની માધુરી જૈન ગ્રોવર અને કારોબારી અસીન ધાવરી સાથે મળી શરૂ કરેલ કંપની થર્ડ યુનિકોર્ને અધિકારીક રીત પોતાનું પહેલુ સ્ટાર્ટઅપ, ફેંટેસી ક્રિકેટ પ્લેટફોર્મ ક્રિકપે લોન્ચ કર્યુ હતુ. આઈપીએલ મેચ શરૂ થવાના એક અઠવાડિયા પહેલા જ તેને લોન્ચ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે IPL 31 માર્ચથી શરૂ થઈ રહી છે. 14 જૂન 1982ના રોજ દિલ્હીમાં જન્મેલ અશનીર ગ્રોવર BharatPe ના સહ-સ્થાપક તરીકે ઓળખાય છે, જે વર્ષ 2018માં નાના ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓ માટે લાવવામાં આવેલ પેમેન્ટ ઈન્ટરફેસ છે. જો કે, ગયા વર્ષે તેણે મોટા વિવાદ બાદ કંપની છોડી દીધી હતી. માત્ર ભારત-પે વિવાદ જ નહીં, પણ અશનીરે બિઝનેસ રિયાલિટી ટીવી શો શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન-1માં જજ તરીકે ભાગ લીધો હતો અને તે પોતાની અલગ શૈલીને કારણે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો.

Shah Jina