અનંત અંબાણીનું વજન કેમ પાછું વધી ગયું? જાણીને તમને આંચકો લાગશે

માત્ર 18 મહિનામાં 108 કિલો વજન ઓછુ કરનાર અનંત અંબાણીનું ફરી વધી ગયુ વજન, કારણ જાણીને તમને આંચકો લાગશે

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની હાલમાં જ રાધિકા મર્ચેંટ સાથે સગાઇ થઇ છે.સગાઇ બાદ અનંત ઘણો ચર્ચામાં આવી ગયો હતો. ચર્ચામાં આવવાનું કારણ એ હતુ કે અનંત અંબાણીનું વજન ફરી એકવાર વધી ગયુ છે. હેરાનીની વાત એ છે કે થોડા સમય પહેલા અનંતે તેનું વજન 108 કિલો જેટલું ઓછુ કરી લીધુ હતુ, પણ અચાનક તેનું વજન ફરીથી વધી ગયુ.

લગભગ ત્રણેક વર્ષ પહેલા તેનું વજન બેલેન્સ હતુ. ત્યારે વજન ઘટાડ્યા બાદ ફરી એકવાર વજન વધતા એવા સવાલ ઊભા થઇ રહ્યા છે કે શું વજન ઘટાડ્યા બાદ કોઇ ભૂલથી ફરીથી વજન વધી જાય છે. વજન ઘટાડ્યા બાદ તેને મેઇનટેઇન રાખવું આવશ્યક છે. વર્ષ 2017માં અનંતે માત્ર 18 જ મહિનામાં તેનું 108 કિલો વજન ઓછું કરી લીધુ હતુ. તે એટલો પાતળો અને સ્માર્ટ લાગવા લાગ્યો હતો કે લોકો તેને ઓળખી પણ નહોતા શકતા.

અનંત અંબાણી રોજ 5-6 કલાક એક્સરસાઇઝ કરતો, જેમાં 21 કિમી વોક પણ સામેલ હતુ. આ સાથે જ યોગ, વેટ ટ્રેનિંગ અને અન્ય રીતની એક્સરસાઇઝની મદદથી તેણે તેનું વજન ઓછુ કરી લીધુ હતુ. આ દરમિયાન ડાયટનું પણ તે વિશેષ ધ્યાન રાખતો. તેના ડાયટમાં હેલ્ધી ફેટ અને પ્રોટીનની માત્રા વધારે હોતી. ફળ, પનીર અને ક્વીનોઆ પણ સામેલ હતા. હવે અનંત અંબાણીનું ફરી એકવાર વજન વધતા એવું માનવામાં આવી રહ્યુ છે કે, ખાલી વજન ઓછુ કરવું જ જરૂરી નથી, પણ તેને મેનેજ કરવું પણ એટલું જ આવશ્યક છે.

હેલ્થ વેબસાઇટ હેલ્થલાઇન અનુસાર, તેના બીજીવાર વજન વધવાના ઘણા કારણ હોઇ શકે છે. જેમાં પહેલુ કારણ એ છે કે વેઇટ લોસ પહેલા જે તેની દિનચર્યા હતી, તે ફરીથી શરૂ કરવી. એનો મતલબ કે અનંત અંબાણી પહેલાની જેમ અનહેલ્દી ડાયટ લેવા લાગ્યો છે અને એક્સરસાઇઝ છોડી દીધી છે. ફિટનેસ એક્સપર્ટ અનુસાર, વજન ઓછુ કર્યા બાદ બીજીવાર વજન વધવુ એ કેટલીક ભૂલને કારણે થઇ શકે છે. જો વજન ઓછુ કરી લીધુ છે અને વેટ ટ્રેનિંગ છોડી દીધી તો વજન જલ્દી વધી શકે છે. આ માટે સપ્તાહમાં એકથી બે વાર વેટ ટ્રેનિંગ જરૂર લો.

જો જંક ફૂડ અને ઓયલી ફૂડ્સ ખાવાની આદત બીજીવાર બનાવી લીધી તો તેજીથી વજન વધે છે. આ માટે એને છોડી દો. વેટ ગેન કરવામાં તમારા ડાયટનો રોલ ઘણો મહત્વનો છે. રોજ ગળ્યુ ખાવાથી પણ વજન ઝડપથી વધે છે. આ માટે કોશિશ કરો કે મીઠાથી દૂરી બનાવી રાખો. હંમેશા સ્લિમ અને ખૂબસુરત દેખાવવા માગો છો તો ઊંઘ સાથે સમજોતો ન કરો. પર્યાપ્ત ઊંઘ વેઇટ લોસ અને વેઇટ ગેનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમારા ડાયટમાં પ્રોટીન હંમેશા સામેલ હોવું જોઇએ. પ્રોટીનનું વધારેમાં વધારે સેવન વજન કંટ્રોલ કરે છે.

Shah Jina