મને મારી ઈજ્જત પાછી જોઈએ, હું કાયદેસર દવા પી જઈશ તેના માટે જવાબદાર….જુઓ વીડિયો

ટિકટોક વીડિયો દ્વારા ફેમસ થયેલી કીર્તિ પટેલ અવાર નવાર વિવાદોમાં રહે છે, તેનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે, ત્યારે હાલમાં ફરી એકવાર કીર્તિ વિવાદમાં ફસાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટિક્ટોક ગર્લનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જૂનાગઢના ભેંસાણ પોલીસ સાથે બોલાચાલી કરતી જોવા મળી રહી છે.

આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને તેમના ભત્રીજા જમન સામે કીર્તિએ સણસણતા આરોપ મૂક્યા છે. કીર્તિ પટેલ સુરતથી સાથીદારોને લઈ ભેંસાણ આવી હતી અને મોટી માથાકૂટ થાય એ પહેલા જ ભેંસાણ પોલીસે બધાને ઝડપી લીધા અને બે કાર પણ કબજે કરી.કીર્તિ રસ્તા પર પોલીસ સાથે વાત કરતી જોવા મળી રહી છે અને તે કહે છે કે, આજે છોકરીની ઈજ્જત નીકળે ને તો કોઈ સામું ન જોવે.

ભુપત ભાયાણીના કહેવાથી આ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કીર્તિ પટેલ કહે છે કે, મને મારો ન્યાય જોઈએ અને મને મારી ઈજ્જત પાછી જોઈએ. આ રીતે તમે મને રોકી ના શકો. તે કહે છે કે અમે કોઈ ગુનેગાર છીએ ? આતંકવાદી છીએ ? તો આ બંદોબસ્ત કેમ ? તમે પણ ચાલો મારી જોડે તેના ઘરે. મારે તેને હાથ પણ નથી અડાડવો. મારે મારા સવાલોના જવાબો જોઈએ છે.’ આ ઉપરાંત કિર્તીએ એવી પણ ચીમકી આપી કે જો ન્યાય નહીં મળે તો હું અહીં જ દવા પી લઈશ.

તેણે આ માટે જવાબદવાર ભુપત ભાયાણી, જમન ભાયાણી અને ભેંસાણની પોલીસને ઠેરવ્યા હતા. તે કહે છે કે, કમસથી કહું છું કે આજે મને ન્યાય નહીં મળે, મારા સવાલોના જવાબ નહીં મળે તો હું મરી જઈશ. મારા પિતાએ મને કાઢી મૂકી છે, મારી સગાઈ તૂટી ગઈ છે આવા લોકોના કારણે.

આ નવી મેટરમાં કીર્તિ પટેલ અને તેના 10 મિત્રોની ભેસાણ પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન બપોરના ટાઈમે ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેમના સાથીદાર ભેસાણ આવી પહોંચ્યા હતા. ત્યારે ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદાર કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપે તે પહેલાં ત્યાંની પોલીસે આ બધાની અટકાયત કરી હતી.

ભેસાણ પોલીસ સ્ટેશન અને ત્યારબાદ જૂનાગઢ LCB ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. કીર્તિ પટેલ અને તેના મિત્રો અજય મંગળુભાઇ જેબલીયા, ભરત ધીરજભાઇ મજેઠીયા, જતીન વલ્લભભાઇ લાઠીયા, જીતેન્દ્રસીંહ સેંધાજી રાઠોડ, સુરેન્દ્રસીંહ જખુભા સીસોદિયા, અવનીક ભરતભાઇ વઘાસીયા, જયદિપ કાનજીભાઇ લાઠીયા, વૈશાખ અરવીંદભાઇ રફાળીયા, યશ વિપુલભાઇ મુંજપરાને ત્યાં પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.

જો કે, અટકાયત બાદ કીર્તિ પટેલને જામીન પર મુક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિવાદિત ટિકટોક સેલિબ્રિટી કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ગયા મે મહિનામાં અટકાયત કરી હતી. થોડા સમય પહેલા પણ અમદાવાદના SG હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે ખરાબ લખાણ અને

ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ મેટરમાં કીર્તિ પટેલ અને ભરત સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હતો અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે છેલ્લા ઘણાં ટાઇમથી ટિક્ટોક સ્ટાર ઈન્સ્ટાગ્રામ પર બેફામ વાણી વિલાસ કરતાં વીડિયો મુક્યા હતા.

પછી તેણે પોતાના 10 જેટલા સાગરીતો સાથે ગેરકાયદેસર મંડળી રચીને ભેંસાણના પરિવાર સાથે ઝઘડો કરવા આવી પહોંચી હતી. ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત 10 લોકો સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કીર્તિ પટેલે જમનભાઈ ભાયાણી વિરૂધ્ધ મારી નાંખવાની ધમકી આપી હતી.

ટિક્ટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ એક ટાઈમે ફેશન ડીઝાઇનર હતી પછી તેણીએ કોમેડી વિડીયો બનવાનું શરુ કર્યું અને અને યુટ્યુબ તથા ટીકટોકમાં ઝંપલાવ્યું. પછી તેણીએ ત્યાંથી સારી એવી લોકપ્રિયતા મળી હતી.કીર્તિની લોકપ્રિયતા સાતમાં આસમાને પહોચ્યા તેમણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. કીર્તિ પટેલ ખુબ જ ટીકટોકમાં વાયરલ થયા પછી એક ઇન્સ્ટાગ્રામમાં એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુનસર બની ગઈ.

શરૂઆતમાં તો તેણી માત્ર કોમેડી વિડીયો બનાવતી પણ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે. “એની માને” ડાયલોગથી ફેમસ કીર્તિ પટેલને ટ્રોલરો ટ્રોલ કરવાનો મોકો નથી છોડતા. આની પહેલા પણ હાથી અને ઘુવડવાળા મુદ્દાને લઈને વિડીયો બનાવ્યા હતા અને જેમના કારણે ઘણાં વિવાદો સર્જાયા હતા. આજે કીર્તિ પટેલના ટીકટોક પર એક મિલિયનથી વધારે ફોલોઅર્સ છે અને ચાહક વર્ગ પણ ખુબ મોટો છે.

જણાવી દઇએ કે, ટીકટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં પણ જાણિતું નામ છે. તેના વિરૂદ્ધ થોડા સમય પહેલા જ વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે પહેલા મારામારી થઇ હતી તેની અદાવત રાખી એક યુવતિને ગંદા લખાણ લખી ધમકી આપી હતી ને આ ઉપરાંત સો.મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલિસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ટિકટોક સ્ટાર તરીકે ઓળખાતી અને પોતાને સુરતની ડોન સમજતી કીર્તિ પટેલ અનેક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે.

Shah Jina