આ ભાઈ નવી નક્કોર બાઈક ખરીદીને મંદિરમાં પંડિતજી પાસે પૂજા કરાવવા ગયા, પંડિતજીએ વાંચ્યા એવા મંત્ર કે હસી હસીને લોટ પોટ થયા લોકો, જુઓ વીડિયો

મંદિરમાં નવી બાઈક લઈને પૂજા કરવા આવેલા વ્યક્તિને પૂજા દરમિયાન પંડિતજીએ વાંચ્યા નવા જમાનાના એવા મંત્રો કે પેટ પકડીને હસવા લાગશો, જુઓ વીડિયો

આપણે ત્યાં ઘરમાં કોઈપણ નવી વસ્તુ લાવે તો તેની પૂજા કરવામાં આવે છે અને તેમાં પણ જો કોઈ વાહન ઘરે આવવાનું હોય તો ઘરે લાવતા પહેલા આપણે તેને મંદિર લઇ જઈએ અને મંદિરમાં જઈને પૂજારી પાસે પૂજા પણ કરાવતા હોઈએ છીએ. ત્યારે પંડિત પણ હિન્દૂ મંત્રો અનુસાર પૂજા વિધિ કરતા હોય છે.

આવી જ એક પૂજા વિધિ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પંડિતજી નવી બાઈકની પૂજા કરવા દરમિયાન એવા એવા મંત્રો બોલે છે કે તે સાંભળીને સોશિયલ મીડિયા યુઝર્સ પણ પેટ પકડીને હસી રહ્યા છે અને એટલે જ આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેની નવી બાઇક ખરીદ્યા પછી તેને મંદિરમાં લઈ ગયો અને પછી પંડિતજીને પૂજા કરાવવા માટે બોલાવ્યા. પંડિતજીએ નાળિયેર સહિત ઘણી વસ્તુઓ લાવવા કહ્યું. પૂજાની બધી વસ્તુઓ લઈને પંડિતજી મંત્ર વાંચવાનું શરૂ કર્યું. જો કે પંડિતજીના મંત્રો સાંભળીને તમે ચોક્કસ હસશો.

 

View this post on Instagram

 

A post shared by Akash MAHATO (@mahishasur_akki)

પંડિતજીએ કહ્યું, ‘જય હો વિશ્વકર્મા ભગવાન.’ આ પછી બાઈક તરફ ઈશારો કરીને પંડિતજીએ નવા યુગનો મંત્ર સંભળાવ્યો અને કહ્યું, ‘બહુ શાંત રહો, વધુ માઈલેજ આપો અને પેટ્રોલ ઓછું ખાઓ. બીજાને ઠોકજે પણ પોતે ના ઠોકાતાં. પંચર જલ્દી ના થઈશ. સમય પર હવા ભરતા રહો.” હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel