પદ્મશ્રી સન્માનિત ગુજરાતી મહિલા ઇલાબેન ભટ્ટનું નિધન, તેમનામાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો હતો, ખુબ સેવા કરી દેશની

ગુજરાત માટે આજે એક માઠા સમાચાર સામે આવ્યા છે. મહિલાઓ માટે સતત કાર્યરત અને “સેવા” સંસ્થાની સ્થાપના કરનારા ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આ દરમિયાન જ તેમના નિધનની ખબર સામે આવી છે. તેમને પોતાના જીવનકાળ દરમિયાન અનેક મહિલાઓ માટે કામ કર્યું છે.

ઇલાબેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો. ઇલાબેન ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા. તેઓ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેમને સેવા સંસ્થાની પણ સ્થાપના કરી હતી. તેમને મેગ્સેસે સહીત ઘણા બધા આંતરરાષ્ટ્રીય પુરુસ્કારો દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા.

તેમને ઘણી મહિલાઓને સ્વનિર્ભર કરવામાં મહત્વની કામગીરી કરી હતી. 1956માં તેમના લગ્ન રમેશ ભટ્ટ સાથે થયા હતા. જેનાથી તેમને બે બાળકો 1958માં અમીમય અને 1959માં મીહિતનો જન્મ થયો. ઇલાબેન તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહેતા હતા. ઇલાબેનના પિતાનું નામ સુમંતરે ભટ્ટ અને માતાનું નામ વનલીલા વ્યાસ હતું. તેમના પિતા એક સફળ વકીલ હતા જયારે તેમના માતા સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા.

ઇલાબેનને વર્ષ 1985માં ભારત સરકાર દ્વારા તેમના ઉત્કૃષ્ઠ કાર્યો માટે પદ્મશ્રી અને 1986માં પદ્મમભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 1952માં સુરતની MTB કોલેજમાંથી BA પાસ કર્યુ હત જેના બાદ તેમને 1954માં અમદાવાદની એલ.એ.શાહમાંથી LLB પાસ કર્યુ. 1980થી 1998 સુધી વર્લ્ડ વુમેન્સ બેન્કિંગમાં કાર્ય કર્યુ.

Niraj Patel