CNGના ભાવમાં થયો એકસાથે જ આટલા બધા રૂપિયાનો ઘટાડો, ઝૂમી ઉઠશો નવો ભાવ વાંચીને

તહેવારોનો સમય આવી ગયો છે અને બીજી તરફ મોંઘવારીને લઈને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, જીવન જરૂરિયાતનો મોટાભાગની વસ્તુઓ દિવસે દિવસે મોંઘી થઇ રહી છે અને તેના કારણે જ મધ્યમવર્ગની કમર તૂટી ગઈ છે. તહેવારોના સમયમાં સરકાર તરફથી પણ કેટલીક રાહત આપવામાં આવી રહી છે. જેને લઈને એક જાહેરાત સરકારના પ્રવક્તા જીતીભાઈ વાઘાણીએ કરી હતી.

સરકારે તહેવાર પહેલા જ રાજ્યના 38 લાખ LPG ધારકો માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરતા જણાવવામાં આવ્યું હતું કે ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલેન્ડર મફત આપવામાં આવશે. જેમાં ગેસ સિલેન્ડર માટેની રકમ સીધી જ ખાતામાં જમા થશે. ગેસ સિલેન્ડર માટે કુલ 650 કરોડની રાહત આપવામાં આવશે.

આ ઉપરાંત રીક્ષા ચાલકો અને CNG કાર ચાલકો માટે પણ એક મહત્વની ખુશ ખબરી આપી હતી. જેમાં રાજ્યની અંદર CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો પણ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ગુજરાતની અંદર CNGમાં 15 ટકાનો વેટ લાગ્યું પડતો હતો, પરંતુ આ ખબર બાદ હવે માત્ર 5% વેટ લાગુ પડશે. જેના કારણે અનુમાન હતું કે CNGના ભાવમાં 5થી 7 રૂપિયા સુધીનો ઘટાડો થશે. આ ખબરથી પણ મધ્યમવર્ગના લોકોમાં ખુશીનો માહોલ ફરી વળ્યો છે. રીક્ષા ચાલકો પણ આ ખબરને લઈને ખુશ હતા અને જેની અસર આજરોજથી જ દેખાવવા લાગી છે.

દિવાળી પહેલા જ CNGના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજથી જ CNGના ભાવમાં પ્રતિ કિલો 7.53 રૂપિયાનો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં CNGનો નવો ભાવ પ્રતિ કિલો 79.34 રૂપિયા થઇ ગયો છે. આ ભાવ ઘટાડો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વેટના ઘટાડાને લઈને થયો છે. ત્યારે હવે આ ભાવ ઘટાડાને લઈને વાહનચાલકોમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

Niraj Patel