સુરતમાં નવરાત્રીના આયોજનની NOC માટે 80,000 પગાર વાળા સરકારી બાબુએ અધધધધ ની લાંચ માંગી, પછી થઇ જોવા જેવી

સુરતમાં 80 હજારના પગારવાળા સેનેટરી ઈન્સપેક્ટરે ગરબા માટે અધધધધ લાંચ માંગી, આ રીતે ઝડપાયો

ગુજરાત સમેત દેશભરમાં ભ્રષ્ટાચારના મામલાઓ સતત વધી રહ્યા છે, આપણે મોટાભાગની કચેરીઓમાં જોયું છે કે કોઈપણ નાના મોટા કામ માટે સરકારી બાબુઓ રૂપિયાની માંગણી કરતા હોય છે, ઘણીવાર એસીબી દ્વારા તેમને ઝડપી પણ પાડવામાં આવતા હોય છે, ત્યારે સુરતમાંથી પણ હાલ એવા જ એક સરકારી બાબુની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગરબાના આયોજન માટે આયોજકો પાસેથી તેને લાંચની માંગણી કરી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં સેન્ટ્રી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા વર્ગ ત્રણના અધિકારી મનોજકુમાર ચોક્સીને એસીબી દ્વારા છટકું ગોઠવીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમને નવરાત્રીના આયોજન માટે આરોગ્ય વિભાગમાંથી NOC માટે ગરબા આયોજકો પાસે 5000 રૂપિયાની લાંચ માંગી હતી. જે અંગે ACB દ્વારા છટકું ગોઠવી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. જેના બાદ ACBએ છટકું ગોઠવ્યું અને પછી મનોજકુમારને રંગે હાથ 5000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

મનોજકુમાર ચોક્સી SMCના સૈયદપુરા શાકમાર્કેટમાં આવેલ બી.પી હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવે છે ત્યારે નવરાત્રીના આયોજન માટે એક વ્યક્તિ દ્વારા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી NOC મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી ઝડપથી આગળ વધારવા માટે રૂપિયા 5000ની લાંચની માંગણી કરી હતી. જેના બાદ ACBએ છટકું ગોઠવ્યું અને પછી મનોજકુમારને રંગે હાથ 5000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર નવરાત્રીના આયોજન માટે ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગમાંથી NOC મેળવવા માટે સુરત મહાનગર પાલિકામાં અરજી કરી હતી, જે અરજી પાલિકાના જ કર્મચારી મનોજકુમાર ચોક્સી પાસે આવી હતી. આ અરજીના નિકાલ માટે NOC ઝડપથી અપાવવા માટે મનોજકુમારે 5000 રૂપિયાની લાંચ આયોજકો પાસે માંગી હતી. જે આયોજકો આપવા માંગતા નહોતા અને તેમને ACBને આ મામલે ફરિયાદ કરી હતી.  જેના આધારે એસીબીની ટીમ દ્વારા સરકારી બાબુને ઝડપી લેવામાં આવ્યો હતો.

Niraj Patel